રક્તદાતાઓ દ્વારા 150થી વધુ યુનિટ રક્તદાન કરાયું
ગોધરામાં રેડ ક્રોસ સોસાયટી દ્વારા મહા રક્તદાન કેમ્પ યોજાયો.
જેમાં હિન્દુ,મુસ્લિમ,ખ્રિસ્તી તેમજ દાઉદી વહોરા સમાજના લોકો જોડાયા હતા
ગોધરામાં આજે રેડ ક્રોસ સોસાયટી દ્વારા યોજાયેલા મહા રક્તદાન કેમ્પમાં 150થી વધુ રક્ત યુનિટ એકત્રિત કરવામાં આવ્યું. જિલ્લા કલેકટર સહિત વિવિધ ધર્મના ધર્મગુરુઓ તેમજ રક્ત આપનાર સેવા ભાવિ લોકો ઉપસ્થિત રહ્યા.
ગોધરા શહેરમાં આજ રેડ ક્રોસ સોસાયટી ખાતે સર્વ ધર્મ સમભાવ સાથે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન રેડ ક્રોસ સોસાયટી નાં મેનેજિંગ કમિટીના સભ્ય કૈલાસભાઈ કારીઆ તેમજ નારી ભાઈ લુહાણા દ્વારા કરવામાં આવ્યું હતું.જેમાં હિન્દુ,મુસ્લિમ,ખ્રિસ્તી તેમજ દાઉદી વહોરા સમાજના લોકો જોડાયા હતા.આ પ્રસંગે વિવિધ સમાજના ધર્મ ગુરુઓ પણ ઉપરોક્ત સ્થળે ઉપસ્થિત રહ્યા હતા. પંચમહાલ જિલ્લા કલેકટર સહિત અન્ય અધિકારીઓ પણ મેગા બ્લડ ડોનેશન કેમ્પ માં ઉપસ્થિત રહી જરૂરી માર્ગદર્શન આપ્યું હતુ. જે મેગા બ્લડ ડોનેશન કેમ્પ માં વહેલી સવારથી તો સાંજ સુધીમાં અંદાજિત 150 થી વધુ રક્ત યુનિટ એકત્રિત કરવામાં આવ્યું હતું.