– સામંથાનું ઓ અંટવા બહુ લોકપ્રિય થયું હતું 

– તૃપ્તિ અને અલ્લુ અર્જુન દ્વારા આ આઈટમ સોંગનું શૂટિંગ આવતા મહિને હાથ ધરાશેે 

મુંબઈ : ‘પુષ્પા ધી રાઈઝ’માં સામંથા રુથ પ્રભુનું ઓ અંટવા ગીત બહુ ગાજ્યું હતું. હવે આ ફિલ્મના બીજા ભાગ ‘પુષ્પા ધી રુલ’માં તૃપ્તિ ડિમરી પર એક આઈટમ સોંગ ફિલ્માવાશે તેમ જાણવા મળ્યુ છે. 

ફિલ્મના સર્જકો લાંબા સમયથી આ આઈટમ સોંગ માટે કોઈ હિરોઈનની શોધમાં હતા. ફિલ્મની પાન ઈન્ડિયા અપીલને ધ્યાને રાખીને તેઓએ કોઈ બોલીવૂડની હિરોઈન પર પસંદગી ઉતારવાનું નક્કી કર્યું હતું. 

‘એનિમલ’ ફિલ્મની સફળતા પછી તૃપ્તિ ડિમરીને નવા નેશનલ ક્રશનું બિરુદ મળ્યું છે. આથી, ફિલ્મ સર્જકોએ  સમગ્ર ભારતમાં ફિલ્મનાં આકર્ષણને વધારવા માટે તૃપ્તિનું નામ નક્કી  કર્યું હતું. રસપ્રદ રીતે આ ફિલ્મની હિરોઈન રશ્મિકા મંદાના ને આ ફિલ્મના પહેલા ભાગ પછી નેશનલ ક્રશનું બિરુદ મળ્યું હતું.  ફિલ્મના બીજા ભાગમાં પણ રશ્મિકાનો મહત્વનો રોલ છે. 

આ આઈટમ સોંગ  તૃપ્તિ અને અલ્લુ અર્જુન પર આગામી મહિને ફિલ્માવાશે તેમ જાણવા મળ ે છે. ફિલ્મ આગામી ઓગસ્ટમાં રજૂ થવાની છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *