Hardik Natasa Split Rumours: મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાની પ્રોફેશનલ અને પર્સનલ લાઈફ આ દિવસોમાં સારી નથી ચાલી રહ્યા. તેની ટીમ પહેલા જ આઈપીએલમાંથી બહાર થઈ ચૂકી છે. હવે સમાચાર આવી રહ્યા છે કે સ્ટાર ઓલરાઉન્ડર અને તેની પત્ની નતાશા સ્ટેનકોવિકના સંબંધોમાં મતભેદ ચાલી રહ્યા હોવાની અટકળો ચાલી રહી છે.
નતાશાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી પંડ્યા સરનેમ હટાવી દીધી છે. આ કારણે અટકળો લગાવવામાં આવી રહી છે કે બંને વચ્ચે બધુ બરાબર નથી.
નતાશાએ કેટલાક ફોટો ડિલીટ કર્યા
નતાશાએ હાર્દિક સાથેની તેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પરથી ડિલીટ કરી દીધી છે. બંનેએ વર્ષ 2020માં લગ્ન કર્યા હતા. તે જ વર્ષે નતાશાએ અગસ્ત્ય નામના પુત્રને જન્મ આપ્યો હતો. 4 માર્ચે નતાશાનો જન્મદિવસ હતો તે સમયે હાર્દિકે પણ કોઈ પોસ્ટ કરી ન હતી. જેને લઈને બંનેના અલગ થવાની અટકળો લગાવવામાં આવી રહી છે.
કેવી રીતે શરૂ થઈ હાર્દિક અને નતાશાની લવ સ્ટોરી?
નતાશા પહેલા હાર્દિકનું નામ ઘણી મોડલ અને અભિનેત્રીઓ સાથે જોડાયેલું હતું. જોકે, હાર્દિકે આ તમામ વાતને નકારી કાઢી હતી. આ પછી હાર્દિક એક નાઈટ ક્લબમાં નતાશા સ્ટેનકોવિકને મળ્યો હતો. ત્યારે નતાશાને ખબર નહોતી કે હાર્દિક એક ક્રિકેટર છે. આ વાત હાર્દિકે પોતે જ જણાવી હતી. તેણે કહ્યું હતું- નતાશાને ખબર નહોતી કે હું કોણ છું. અમે એકબીજા સાથે વાત કરી અને ધીરે ધીરે નજીક આવ્યા અને 2020માં બંનેએ લગ્ન કરી લીધા હતા.