Image Twitter 

MS Dhoni Retirement Update:  IPL 2024માં ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ની સફર પૂરી થઈ ગઈ છે. પાંચ વખતની ચેમ્પિયન ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024ના પ્લેઓફમાં પહોંચી શકી નથી. છેલ્લી લીગ મેચમાં CSK ને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)એ 27 રનથી હરાવ્યું હતું.  RCB અને CSK બંનેના 14-14 પોઈન્ટ હતા, પરંતુ સારા નેટ-રન રેટને કારણે RCB પ્લેઓફમાં પહોંચવામાં સફળ રહી હતી. 

તો આ બાજુ મેચમાં હાર બાદ એમએસ ધોનીના સંન્યાસને લઈને ખૂબ જ ચર્ચાઓ ચાલી રહી છે. એવું માનવામાં આવતું હતું કે આ ધોનીની છેલ્લી IPL સિઝન છે, પરંતુ તે દરમિયાન CSKના CEO કાશી વિશ્વનાથને ધોનીની ભવિષ્યના પ્લાન અંગે પોતાનું મૌન તોડ્યું છે. 

શું એમએસ ધોની IPL 2025 રમશે? CSK એ આપ્યું મોટું અપડેટ

હકીકતમાં IPLની 17મી સીઝનની શરૂઆત પહેલા એમએસ ધોનીએ CSKની કેપ્ટન્સી છોડી દીધી હતી. અને તેની જગ્યાએ રુતુરાજ ગાયકવાડને CSKનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. રુતુરાજની કેપ્ટનશીપમાં CSKની ટીમ પ્લેઓફમાં ન પહોંચી શકી. તેમની છેલ્લી લીગ મેચમાં CSKનો RCB સામે પરાજય થયો અને CSKની ટુર્નામેન્ટની સફર ખતમ થઈ ગઈ.

આ દરમિયાન ધોનીની છેલ્લી આઈપીએલ મેચને લઈને ઘણી ચર્ચા ચાલી રહી છે. સોશિયલ મીડિયા પર ફેન્સ ખૂબ જ ઈમોશનલ જોવા મળ્યા હતા. જો કે, માહીએ હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર ટ્વિટ કર્યું નથી, પરંતુ CSK એ તેની યુટ્યુબ ચેનલ પર CEO કાશી વિશ્વનાથનનો એક ઈન્ટરવ્યુ શેર કર્યો છે, જેમાં તે ધોનીના રિટાયરમેન્ટ અંગે વાત વાત કરી રહ્યા છે.

આ ચાહકોની ઈચ્છા પણ છે અને મારી પણ : કાશી વિશ્વનાથ

ચેન્નઈ સુપર કિંગ્સના સીઈઓ કાશી વિશ્વનાથને કહ્યું કે, મને આ પ્રશ્નનો જવાબ ખબર નથી. આ પ્રશ્નનો જવાબ માત્ર એમએસ ધોની જ આપી શકે છે. હું હંમેશા ધોની દ્વારા લેવામાં આવેલા નિર્ણયોનું સન્માન કરું છું, અને અમે બધું તેમના પર છોડી દીધું છે. જો કે અમને ઘણી આશા છે, કે તે આવતાં વર્ષે ચેન્નઈ સુપર કિંગ્સ માટે રમશે. આ ચાહકોની ઈચ્છા પણ છે અને મારી પણ.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *