image : Freepik
Jamnagar Crime : જામનગરમાં કિસાન ચોક નજીક ગણેશવાસ વિસ્તારમાં રહેતા માયાબેન દેવશીભાઈ વિંઝુડા નામના 65 વર્ષના બુઝુર્ગ મહિલાને તેના પાડોશમાંજ રહેતા પાંચ શખ્સોએ સામાન્ય બાબતમાં તકરાર કરી ઈંટોના ઘા કરી ઇજા પહોંચાડતા તેઓને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેમાં તેઓને ગાળાના ભાગે હાથના ભાગે તેમજ શરીરના અન્ય ભાગોમાં મૂઢ ઇજા થઈ છે, અને જીજી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
આ બનાવની જાણ થતાં સીટી એ. ડિવિઝન પોલીસ જી.જી. હોસ્પિટલમાં દોડી ગઈ હતી અને માયાબેન વિંઝુડાની ફરિયાદના આધારે પાડોશી ખિમીબેન દેવશીભાઈ પરમાર, ભરત કમાભાઈ પારીયા, રમેશ કાનજીભાઈ પરમાર અને હમીર કાનજીભાઈ પરમાર સામે આઈપીસી કલમ 323, 504, 506-2, 114 તેમજ જીપીએકટ કલમ 135-1 મુજબ ગુન્હો નોંધ્યો છે, અને આરોપીઓને પકડવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.