image : Freepik

Vadodara Liquor Crime : ગત 24મી ડિસેમ્બરે આરોપી રીતે રાજેશભાઈ શુક્લા નિવાસી ગણેશનગર નવજીવન આજવા રોડ હાલ રહેવાસી તાંદલજા પાસેથી પોલીસએ વિદેશી દારૂની 1404 બોટલ કિંમત રૂપિયા 5.61 લાખની કરજે કરી હતી. આ જથ્થો શંકરભાઈ મોરે પાસેથી મંગાવી બંને હેરાફેરી કરતા હોવાથી જે.પી રોડ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો. આ ગુનામાં ધરપકડ બાદ જામીન પર મુક્ત થયો હતો. ત્યારબાદ ફરીથી દારૂની હેરાફેરી માટે ઉમિયા હાર્ડવેર નામનો ખોટો સિક્કો બનાવી ટ્રાન્સપોર્ટ મારફતે હેરાફેરી કરવાના કેસમાં પણ તપાસ થઈ હતી. પીસીબી પોલીસે આરોપી શંકર સીતારામભાઈ મોરે રહેવાસી તુલસી ગ્રીન સોસાયટી માણેજા મોહ રહેવાસી મહારાષ્ટ્રની પાસા હેઠળ ધરપકડ કરી પાલનપુર જેલમાં મોકલી આપ્યો છે. આરોપી વિરુદ્ધ જે.પી રોડ, માંજલપુર, આણંદ, પાદરા, તાપી અને મહીધરપુરા સુરતમાં પણ ગુનાઓ દાખલ થયા છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *