Accident in Jamnagar : જામનગરમાં તળાવના પાછળના ભાગ વિસ્તારમાં ગઈકાલે રાત્રે પૂર ઝડપે આવી રહેલા એક ટ્રકના ચાલકે મારુતિ ફ્રન્ટીને ઠોકર મારી દેતાં ધડાકાભેર અકસ્માત થયો હતો, અને લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા.
જે કારની અંદર બેઠેલા પરિવારને કોઈ જાનહાની થઈ ન હતી, અને તમામનો ચમત્કારિક બચાવ થયો હતો. જ્યારે કારના આગળના ભાગનો ભૂકકો બોલી ગયો હતો.
આ અકસ્માતના બનાવની જાણ થતાં સીટી એ. ડિવિઝનનો પોલીસ કાફલો દોડતો થયો છે, અને ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.