અમદાવાદ,ગુરુવાર,23 મે,2024
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તક શહેરના વિવિધ વોર્ડમાં
આવેલા તળાવ પાણીથી ભરેલા રાખવા જે તળાવની નજીક ટર્સરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ
બનાવાશે.નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલના નોમર્સ મુજબ, પાંચ મિલીયન લિટર પર ડે ક્ષમતા ધરાવતા ટર્સરી ટ્રીટમેન્ટ
પ્લાન્ટમાં પાણી ટ્રીટ કરી તળાવમાં છોડવામાં આવશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તક શહેરના હાલ ૧૧૦ તળાવ
આવેલા છે. આ તળાવમાં વરસાદી પાણી ભરવાની સાથે જે તે વિસ્તારમાં આવેલા તળાવ બારેમાસ
પાણીથી ભરેલા રહે એ માટે તળાવની નજીક આવેલી સુએજ ટ્રીટ્રમેન્ટ લાઈનમાંથી ટર્સરી
ટ્રીટમેન્ટ પ્લાન્ટ સુધી પાણી પહોંચાડવામાં આવશે. સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેને કહયુ, નેશનલ ગ્રીન
ટ્રીબ્યુનલના નોમર્સ મુજબ પાંચ એમ.એલ.ડી.ક્ષમતાના ટર્સરી ટ્રીટમેન્ટ પ્લાન્ટની
મદદથી પાણી ટ્રીટમેન્ટ કરી તળાવમાં પાણી છોડી વિવિધ તળાવને વર્ષ દરમિયાન પાણીથી
ભરેલા રાખવામાં આવશે.