Image Twitter 

Shahrukh Khan Health Update:  હીટ સ્ટ્રોકના કારણે ગઈકાલે શાહરૂખ ખાનની તબિયત અચાનક બગડી હતી, ત્યારબાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે, માહિતી પ્રમાણે શાહરૂખ ખાનની તબિયત હવે ઘણી સારી છે. તેથી ચાહકોને પણ ચિંતા કરવાની જરૂર નથી. ડોક્ટર્સ આજે શાહરૂખ ખાનને ઘરે જવાની પરમિશન આપી દીધી છે. હાલમાં ગૌરીખાન પણ શાહરૂખ સાથે જ છે. આ દરમિયાન સુપરસ્ટારના નજીકના મિત્રએ તેમના સ્વાસ્થ્ય વિશે વાત કરી છે.

શાહરુખ હવે સ્વસ્થ છે

એક રિપોર્ટ પ્રમાણે શાહરૂખ ખાનના ખૂબ જ નજીકના મિત્રનું કહેવું છે કે, વધારે ગરમીના કારણે આવું થયું છે. શાહરુખને તાવ હતો જેના કારણે તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. અને ગૌરીખાન પણ તેની સાથે અમદાવાદમાં છે. બંને આજે મુંબઈ જવા રવાના થશે, હવે શાહરૂખ સ્વસ્થ છે અને આજે પરત ફરશે. આશા છે, કે  શાહરૂખ ઓછામાં ઓછા એક અઠવાડિયા સુધી કામથી દૂર રહેશે. 

“અરે યાર, હું તો હૉટ જ છું, પણ આ થોડું વધારે થઈ ગયું..”

શાહરુખના મિત્રના કહેવા પ્રમાણે, શાહરૂખ ખાન જલ્દી કામમાંથી રજા લેતો નથી. જો તેમને ખૂબ મજબૂર કરવામાં આવે, ત્યારે જ તેઓને આવું કરે છે. હવે તેમને થોડી ઓછી દોડાદોડ કરવા માટે ભગવાનનો આ એક ઈશારો છે. આઈપીએલ મેચ દરમિયાન કાળઝાળ ગરમીમાં ઉભા રહેવાથી ભારે નુકસાન થયું છે. હીટ સ્ટ્રોક પછી શાહરૂખે કટાક્ષ કર્યો, “અરે યાર, હું તો હૉટ જ છું, પણ આ થોડું વધારે થઈ ગયું..”

પોતાની વાત પૂરી કરતાં શાહરુખના મિત્રએ વધુ વાત કરતાં કહ્યું કે, જ્યારે સુહાના અને આર્યનને તેમના પિતાને હોસ્પિટલમાં દાખલ કર્યાના સમાચાર મળ્યા, તેઓ તરત જ અમદાવાદ જવા માંગતા હતા. પરંતુ શાહરૂખે જ તેમને આવવાથી રોક્યા હતા. તેણે તેના બાળકોને કહ્યું કે,તે સ્વસ્થ છે. 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *