– કાર્તિક સામે હિરોઈનની શોધ હજુ ચાલુ    

– ટ્રાયલ બાય ફાયર સીરિઝના દિગ્દર્શક રણદીપ ઝા આ ફિલ્મનું દિગ્દર્શન કરશે   

મુંબઈ : કાર્તિક આર્યનની નવી રોમાન્ટિક ફિલ્મનું ટાઈટલ ‘જાસ્મીન’  નક્કી થયું છે. જોકે, આ ફિલ્મ માટે હિરોઈનની શોધ હજુ ચાલુ છે. 

‘ટ્રાયલ બાય ફાયર’ જેવી વખણાયેલી સીરિઝના સર્જક રણદીપ ઝા આ ફિલ્મનું દિગ્દર્શન હાથ ધરવાના છે. એક નાનાં શહેરમાં રહેતાં યુવક યુવતીની પ્રેમકથા આ ફિલ્મના કેન્દ્રમાં હશે. 

ફિલ્મના અન્ય કલાકારો વિશે હજુ નિર્ણય લેવાયો નથી. ફિલ્મની સ્ક્રિપ્ટ હજુ ફાઈનલ થઈ રહી છે. તે પછી પ્રિ પ્રોડક્શનનું કામ શરુ થશે. ત્યાં સુધીમાં હિરોઈન તથા બાકીના કલાકારોની પણ જાહેરાત કરી દેવાશે. ફિલ્મનું શૂટિંગ દિવાળી આસપાસ શરુ થાય તેવી સંભાવના છે. 

કાર્તિક આર્યન  તૃપ્તિ ડિમરી સાથે પણ અન્ય એક રોમાન્ટિક ફિલ્મ કરી રહ્યો છે. આ ઉપરાંત તે વિશાલ ભારદ્વાજની અન્ડરવર્લ્ડ આધારિત ફિલ્મમાં પણ દેખાશે. 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *