Image: Facebook

Ambati Rayudu: CSKના પૂર્વ ખેલાડી અંબતિ રાયડુએ રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુની એલિમિનેટર મેચમાં રાજસ્થાન રોયલ્સથી હાર બાદ એક મોટું નિવેદન આપ્યું છે.

ગયા વર્ષે IPLથી સંન્યાસ લેનાર રાયડુએ કહ્યું કે માત્ર જુસ્સો અને સેલિબ્રેશનથી IPL ટ્રોફી જીતી શકાતી નથી. IPL 2024ની એલિમિનેટર મેચમાં 22 મે એ રાજસ્થાન રોયલ્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુને 4 વિકેટથી હરાવ્યું.

રાયડુએ કહ્યું, જો તમે આજે આરસીબી વિશે વાત કરો છો તો એ બતાવે છે કે માત્ર જુસ્સો અને સેલિબ્રેશનથી તમે ટ્રોફી જીતી શકતા નથી. તમારે પ્લાન બનાવવાની જરૂર છે. માત્ર પ્લેઓફમાં પહોંચવાથી તમને આઈપીએલ ટ્રોફી મળતી નથી. તમારે તે જ ધગશ સાથે રમવું પડશે. એ ના વિચારો કે માત્ર સીએસકેને હરાવીને આઈપીએલ ટ્રોફી જીતશો. તમારે આવતા વર્ષે ફરીથી આવવું પડશે.

રાયડુએ એ પણ કહ્યું કે RCB ફ્રેન્ચાઈઝીને ભારતીય ખેલાડીઓ પર વધુ વિશ્વાસ બતાવવાની જરૂર છે. મને નથી લાગતુ કે છેલ્લા 16 વર્ષોમાં વિરાટ કોહલી સિવાય કોઈ પણ ભારતીય બેટ્સમેને 1000થી વધુ રન બનાવ્યા હોય. વિરાટ કોહલીના IPLમાં 8000 પ્લસ રન છે. રાયડૂએ કહ્યું કે તેને લાગે છે કે RCBને ભારતીય પ્રતિભા પર કોઈ વિશ્વાસ નથી. 

રાયડૂ આરસીબીના અગ્રેસિવ સેલિબ્રેશન અને આ દરમિયાન સીએસકે પ્લેયર્સને ઈગ્નોર કરવાથી ખૂબ નારાજ હતો જ્યારે આ મેચને કદાચ ધોનીની અંતિમ મેચ માનવામાં આવી રહી હતી.

ઈરફાન પઠાણે પણ અબંતિ રાયડૂની વાતને આગળ વધારતા કહ્યું કે તમારે સ્વપ્નિલ સિંહ અને કર્ણ શર્માને કોન્ફિડન્સ આપવો પડશે. તમે અલ્જારી જોસેફને લઈને આવ્યા પરંતુ તેના આંકડા ખૂબ ખરાબ છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *