શેરડીના રસમાં ઝેર નાખી પીવડાવી હત્યા મુદ્દે કાર્યવાહીવ્યાજખોરની પઠાણી ઉઘરાણીથી પરિવારને ઝેર પીવડાવ્યુંપરિવાર 3 સભ્યોને પોટેશિયમ સાઇનાઇડ આપ્યાનું ખુલ્યું
શેરડીના રસમાં ઝેર નાંખી પીવડાવી હત્યા મુદ્દે કાર્યવાહી થઇ છે. જેમાં વ્યાજખોરની પઠાણી ઉઘરાણીથી પરિવારને ઝેર પીવડાવ્યું હતુ. તેમાં પરિવાર 3 સભ્યોને પોટેશિયમ સાઇનાઇડ આપ્યાનું ખુલ્યું છે. તેમજ પરિવારને સાઇનાઇડ પીવડાવી પોતે પણ પીધું હોવાની કબુલાત કરી છે. જેમાં ભાનમાં આવ્યા બાદ પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી છે.
વ્યાજખોરો પાસેથી રૂ. 5.75 લાખ 20 ટકા વ્યાજે લીધા હતા
વ્યાજખોરો પાસેથી રૂ. 5.75 લાખ 20 ટકા વ્યાજે લીધા હતા. તેમજ વચેટીઓ કમિશન પેટે માસિક રૂ. 10 હજાર વસુલતો હતો. તેથી વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીથી પરિવારને ઝેર પીવડાવ્યું હતુ. તેમાં વડોદરા પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. શહેરના વાડી તરસાલીમાં સોની પરિવારને પોટેશિયમ સાઈનાઈડ પીવા મજબૂર કરનાર વ્યાજખોરોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં અગાઉ પરિવારમાં પોટેશિયમ સાઇડ નાઈટ પીધા બાદ ત્રણના મોત નીપજ્યા છે.
ચેતન સોનીએ ભાનમાં આવ્યા બાદ પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી
પરિવારના મોભી ચેતન સોનીએ ભાનમાં આવ્યા બાદ પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી છે. જેમાં પરિવાર આર્થિક ભીંસમાં હોવાથી વ્યાજખોરના ચુંગાલમાં ફસાયા હતા. તેમાં વ્યાજખોરોએ 5.75 લાખ 20 ટકા વ્યાજે આપ્યા હતા. જેમાં વ્યાજખોરોની ધમકીને પગલે પરિવારને પોટેશિયમ સાયનાઈટ પીવડાવી પોતે પણ પીધું હોવાની કબુલાત કરી છે. ચેતન સોનીએ પત્ની, પુત્ર અને તેના પિતાને ઝેર આપ્યું હતું. જેમાં આરોપી ચેતન સોનીએ બારોબાર અંતિમવિધિ કરી નાખી હતી. ચેતન સોનીની હાલત ગંભીર છે. વડોદરાના તરસાલી વિસ્તારમાં કથિત સામુહિક આપઘાતના મામલે પોલીસે સોની પરિવારના મોભી ચેતન સોની સામે ડબલ મર્ડરનો ગુનો નોંધ્યો હતો. ચેતન સોનીએ પિતા, પત્ની અને પુત્રને શેરડીના રસમાં ઝેર મિલાવી પીવડાવ્યું હતુ.
આર્થિક સંકડામણમાં પરિવારની હત્યાનો પ્લાન બનાવ્યો
આર્થિક સંકડામણમાં પરિવારની હત્યાનો પ્લાન બનાવ્યો હતો. જેમાં પત્ની બિંદુ સોની અને પિતા મનોહર સોનીનું મોત થયું હતું. જેમાં તબીબોનો ડર બતાવી બારોબાર અંતિમ વિધિ પણ કરી નાખી હતી. તેમજ પોલીસ વધુ તપાસ કરી રહી છે.