પરિણીતાનો મૃતદેહ કપાયેલી હાલતમાં મળી આવ્યો
સાસરી પક્ષ તરફથી હેરાનગતિ હોવાનો આરોપ
ઉચ્ચકક્ષાના અધિકારીઓ તપાસ કરે તેવી માગ કરાઇ

મહારાષ્ટ્રના પાલઘરમાં પરિણીતાના મોત બાદ રોષ ફેલાયો છે. જેમાં સુરતમાં ઉચ્ચકક્ષાના અધિકારીઓ તપાસ કરે તેવી માગ કરાઇ રહી છે. તેમાં મોટી સંખ્યામાં લોકોએ પોલીસ કમિશનરને રજૂઆત કરી છે. જેમાં પરિણીતાનો મૃતદેહ કપાયેલી હાલતમાં મળી આવ્યો હતો. તેમાં પરિણીતાના પરિજનોનો સાસરીયા સામે ગંભીર આક્ષેપ છે.

સાસરી પક્ષ તરફથી હેરાનગતિ હોવાનો આરોપ

સાસરી પક્ષ તરફથી હેરાનગતિ હોવાનો આરોપ છે. જેમાં પરિણીતાનો મૃતદેહ 12 ટુકડામાં મળ્યો હતો. તેમાં સાચી તપાસ કરવાની માગ સાથે પરિજનોએ રજૂઆત કરી છે. મૃતક ઘરથી ભાગતી હાલતમાં CCTVમાં કેદ થઈ હતી. જેમાં સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. જેમાં સુરત શહેર પોલીસ કમિશનર કચેરી ખાતે મોરચો ખોલવામાં આવ્યો છે. તેમાં જસ્ટિસ ફોર પ્રિયંકાના બેનર સાથે મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા છે. પરણિત પ્રિયંકાની લાશ મહારાષ્ટ્ર્રના પાલઘર રેલવે ટ્રેક પરથી મળી હતી.

કેસની તપાસ સુરતમાં ઉચ્ચકક્ષાના અધિકારીઓ કરે તેવી માગ

પ્રિયંકાનો મૃતદેહ કપાયેલી હાલતમાં મળી આવ્યો હતો. તેમાં પ્રિયંકા સાથે શું થયુ તેની તપાસ કરવાની માગ કરાઇ છે. ઘટના પેહલા પ્રિયંકા ઘરથી ભાગતી હાલતમાં સીસીટીવીમાં કેદ થઈ હતી. જેમાં પ્રિયંકાને સાસરી પક્ષ તરફથી હેરાન કરવામાં આવતી હોવાનો આરોપ છે. તેમજ આ કેસની તપાસ સુરતમાં ઉચ્ચકક્ષાના અધિકારીઓ કરે તેવી માગ લોકો કરી રહ્યાં છે. 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *