ફિરોઝ શેખ સાથે ત્રણ આરોપી પાસેથી નકલી નોટ મળી
સુરત શહેર SOG, PCBનું સયુંકત ઓપરેશન હાથ ધરાયુ
રૂપિયા 200 અને 500ના દરની ડુપ્લીકેટ નોટો જપ્ત

સુરતમાં લીંબાયત વિસ્તારમાંથી રૂપિયા 9 લાખની નકલી ચલણી નોટ ઝડપાઇ છે. જેમાં ફિરોઝ શેખ સાથે ત્રણ આરોપી પાસેથી નકલી નોટ મળી આવી છે. તેમાં સુરતમાંથી ડુપ્લીકેટ નોટ છાપવાનુ કારખાનુ ઝડપાયું છે. નકલી નોટો સાથે 3 લોકોની ધરકપડ કરી છે. તથા એક આરોપીને વોન્ડેટ જાહેર કરાયો છે.

સુરત શહેર SOG, PCBનું સયુંકત ઓપરેશન હાથ ધરાયુ

સુરત શહેર SOG, PCBનું સયુંકત ઓપરેશન હાથ ધરાયુ હતુ. જેમાં પોલીસે લાખો રૂપિયાની નોટો જપ્ત કરી છે. તેમાં રૂપિયા 200 અને 500ના દરની ડુપ્લીકેટ નોટો જપ્ત કરાઇ છે. જેમાં લીંબાયત વિસ્તારમાંથી ડુપ્લીકેટ નોટ છાપવાના સાધન પણ કબ્જે કરાયા છે. પ્રિન્ટિંગ પ્રેસ ચલાવનારા નકલી નોટો છાપવાનો ખેલ પાડતા હતા.

નકલી ચલણી નોટના કેસમાં અબ્દુલ ગફ્ફાર સામે 5 વર્ષે ચાર્જશીટ દાખલ

ઉલ્લેખનીય છે કે સોમવારે NIAએ વર્ષ 2019ના સુરતના નકલી ચલણી નોટના કેસમાં વધુ એક આરોપી અબ્દુલ ગફ્ફાર સામે ચાર્જશીટ દાખલ કરી હતી. બિહારના કટિહારનો રહેવાસી અબ્દુલ ગફ્ફાર ઉર્ફે ગફ્ફારભાઈ 2019થી ફરાર હતો, જેની 22 ફેબ્રુઆરીએ અમદાવાદમાંથી ધરપકડ કરી હતી. જૂન-2019માં DRI-સુરતે રેલવે સ્ટેશન પરથી વિનોદ નિષાદ ઉર્ફે વિનોદ સહાનીની 2 હજારના દરની કુલ 2 લાખની નકલી નોટો સાથે ધરપકડ કરી હતી. આ કેસમાં કુલ 3 આરોપીની ધરપકડ થઈ હતી, જેમાં નવેમ્બર 2022માં વિનોદ નિષાદ અને મોહમ્મદ મહેફુઝ શેખને 7 વર્ષની સજા અને 10-10 હજાર રૂપિયાનો દંડ ફટકારાયો હતો. જો કે, અબ્દુલ ગફ્ફાર 3 મહિના પહેલાં ધરપકડ સુધી ફરાર રહ્યો હતો.

અબ્દુલ ગફ્ફાર હાફીઝ ઉર્ફે માલદા પાસેથી 2 લાખની નકલી નોટો ખરીદી હતી

NIA દ્વારા થયેલી તપાસ મુજબ, અબ્દુલ ગફ્ફાર હાફીઝ ઉર્ફે માલદા પાસેથી 2 લાખની નકલી નોટો ખરીદી હતી. જેને વિનોદ નિષાદને 88 હજારની અસલી નોટો લઈ આપી દીધી. આ નકલી ચલણ ગુજરાતમાં ઘૂસાડવા માટે મોહમ્મદ મહેફુઝ શેખ પાસે પહોંચ્યું હતું. અન્ય ફરાર આરોપીઓની શોધખોળ ચાલુ છે. આ કેસમાં નકલી નોટોના સૂત્રધારો માટે એજન્ટ તરીકે કામ કરવા ઉપરાંત અબ્દુલ ગફ્ફાર બોગસ ચલણની હેરફેરના અગાઉના બે કેસમાં પણ દોષિત છે. 2015ના DRI કેસમાં મુઝફ્ફરપુર અદાલતે સજા ફટકારી હતી. કોલકાતાની કોર્ટે પણ તેને દોષિત ઠેરવ્યો છે. NIAએ અબ્દુલ ગફ્ફાર સામે પ્રથમ પૂરક ચાર્જશીટ દાખલ કરી છે, નકલી નોટો સ્વીકારનાર મહેફુઝ શેખની પણ ધરપકડ કરાઇ હતી. ગૃહ મંત્રાલયે 18 જુલાઈ-2019ના રોજ આ કેસ NIAને ટ્રાન્સફર કર્યો હતો. બાદ ઓગસ્ટ-2019માં અમદાવાદની સ્પેશિયલ કોર્ટમાં પ્રથમ ચાર્જશીટ દાખલ કરી હતી. ચાર્જશીટમાં આરોપી અબ્દુલ ગફારનું નામ વોન્ટેડ તરીકે હતું.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *