માવઠા બાદ આકરી ગરમીના આક્રમણથી પ્રજા પરેશાન
આવનાર દિવસોમાં પારો અડધાથી એક ડીગ્રી વધશે
શક્ય હોય તો કામ વગર ઘરની બહાર નીકળવું નહીં

દાહોદ શહેર સહિત જિલ્લામાં છેલ્લા બે દિવસથી કાળઝાળ ગરમીથી જિલ્લાવાસીઓ ત્રાહિમામ પોકારી ઉઠયાં છે. ત્યારે આજરોજ મહત્તમ તાપમાનનો પારો સાંજના 4 વાગ્યા દરમ્યાન 42 ડિગ્રી સેન્ટિગ્રેડ પર પહોંચતાં બપોરના 12થી સાંજના 05 વાગ્યા સુધી શહેર સહિત જિલ્લાના જાહેર રસ્તાઓ સુમસામ ભાસી રહ્યાં હતાં. 43 ડિગ્રી સુધી પારો પહોંચતાં દાહોદ જિલ્લો યલો એલર્ટમાં આવી ગયું હતું.

દાહોદ શહેર સહિત જિલ્લામાં વાવાઝોડા સાથે થયેલા કમોસમી વરસાદ વખતે હાલ સ્ટેશન જેવો માથક માહોલ છવાઈ ગયો હતો.જો કે તે વખતે જ જાણકારી હતી કે આવનાર દિવસોમા કાળઝાળ ગરમી પડવાની છે. જેથી છેલ્લા બે દિવસથી આંશિક વાદળિયા વાતાવરણ વચ્ચે આકરી ગરમી અને અસહય ઉકાળાટ થી દાહોદવાસીઓ ત્રાહિમામ પોકારી ગયા છે. તેમાંય બપોરના સમયે તો અંગ દઝાડતી ગરમીના કારણે શહેરના રાજમાર્ગો પર તેની સ્પષ્ટ અસર જોવા મળી રહી છે. આજે મહત્તમ તાપમાનનો પારો 42 ડિગ્રી સેન્ટિગ્રેડ પર પહોંચ્યો છે. દાહોદ શહેર સહિત જિલ્લાના મોટાભાગના વિસ્તારમાં બે દિવસ પૂર્વે વાવાઝોડા સાથે વરસાદ થયા બાદ ગરમી અને બફરામાં એકાએક વધારો થયો છે. જેના પગલે લોકો ત્રાહિમામ્પોકારી ઉઠ્યા છે.વાદળીયા વાતાવરણ વચ્ચે સવારથી જ આકરી ગરમીના કારણે લોકો મહત્વના કામ વગર ઘરો તેમજ ઓફ્સિની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. જ્યારે ઠંડા પીણા, શેરડીના કોલા તેમજ લસ્સી વગેરેની લારીઓ તથા દુકાનોમાં કામકાજ માટે બહાર નીકળવા મજબુર લોકોની ભીડ જોવા મળી રહી છે. આજે સવારથી જ આકરી ગરમી અને બફારો અનુભવાયો છે.આ ઉનાળામાં પ્રથમ વખત પરો 42 ડીગ્રી પહોંચી જતા દાહોદ શહેર યલો એલર્ટની રેખામા આવી ગયુ છે.તેની સાથે જ હવામાન શાસ્ત્ર્રી એચ.એલ.કાચાના જણાવ્યા અનુસાર આવનાર દિવસોમાં તાપમાનનો પારો હજી અડધાથી એક ડીગ્રી વધશે તેવુ અનુમાન છે.જેથી દાહોદવાસીઓએ હજી ગરમીમાં શેકાવુ પડશે તે નિશ્ચિત છે.

શું સાવચેતી રાખવી

ગરમીના કારણે લોકો હાલ બજારમાં નીકળવાનું ટાળી રહ્યાં છે. આવી ગરમીથી બચવા માટે લોકોએ ચશ્મા, ટોપી પહેરવી, પાણીની બોટલ સાથે રાખવી, ઓઆરએસનો પ્રયોગ કરવો, વારંવાર પાણી પીવું, ચક્કર જેવુ લાગે તો તરતજ નજીકના દવાખાનાનો અથવા તો સંબંધીત ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરવો. શક્ય હોય તો કામ વગર ઘરની બહાર નીકળવું નહીં. આવી ગરમીમાં ખાવાની પ્રવૃતિઓમાં પણ ધ્યાન રાખવું જોઈએ. ખાસ કરીને ઠંડક આપે તેવી વસ્તુઓનો ખાવામાં પ્રયોગ કરવો જોઈએ. બજારમાં હાલ ગરમીની સીઝનમાં તરબુચ, સક્કર ટેટી, કેરીવિગેરે જેવા ફ્ળોનું વેચાણ થઈ રહ્યું છે. આવા સમયે આવા ફ્ળોનો ઉપયોગ કરવામાં આવે તે હિતાવહ્છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *