પંચમહાલમાં 2 લાખથી વધુનો દારૂનો જથ્થો ઝડપાયો
સરખીમહુંડી ગામેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
પોલીસે દારુના જથ્થા સાથે 2 લોકોની કરી ધરકપડ
પંચમહાલમાં દિવસેને દિવસે બૂટલેગરો બેફામ બન્યા છે. તેવામાં હાલોલ રૂરલ પોલીસે દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. સરખીમહુંડી ગામેથી 2 લાખ 18 હજારનો વિદેશી દારૂનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો છે.
ગુજરાતમાં કથિત રીતે દારૂબંધી લાગુ છે જો કે દારૂ જ્યાં જોઇએ ત્યાં મળે તે બાબત સર્વવિદિત છે. ગુજરાતમાં દારૂ બંધી હોવા છતા પણ લઠ્ઠાકાંડ થાય છે. ગુજરાતમાં દારૂબંધી હોવા છતા પણ દારૂ પીને વાહન ન ચલાવો તે પ્રકારના બોર્ડ પણ જોવા મળે છે. જો કે આ અંગે કાર્યવાહી કરવા છતા બૂટલેગરો બેફામ બન્યા હોય તેવું જણાઇ રહ્યું છે. તેવામાં હાલોલ રૂરલ પોલીસે બૂટલેગરો સામે લાલઆંખ કરી છે.
હાલોલ રૂરલ પોલીસે ઝાડી ઝાંખરામાંથી 2 લાખથી વધુનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. દારૂના જથ્થા સાથે બુટલેગરને પણ પકડી પાડવામાં આવ્યો છે. પોલીસે વિદેશી દારૂનો જથ્થો અને બુટલેગરને પોલીસ મથકે લાવી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.