પાલિકા તંત્રને રજૂઆતોનું પરિણામ શૂન્ય
પાણીની સમસ્યા ન ઉકેલાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી
શહેરામા પીવાના પાણી માટે હેન્ડપંપ પર લાગેલી કતારો જણાય છે

શહેરા નગરમાં નિયમિત પાણી નહીં મળતા નગરજનો મુશ્કેલીમાં મુકાયા હતા. નગરના દેસાઈવાડા, હોળી ચકલા વિસ્તાર, લીમડી ચોક, લખારા સોસાયટી, ગજનવી મસ્જિદ પાછળ, લુહાર ફ્ળીયુ સહિતના અનેક વિસ્તારમાં ત્રણ કે ચાર દિવસે પાલિકા દ્વારા પીવાનું પાણી અપાતા મહિલાઓનો આક્રોશ પાલિકા સામે જોવા મળી રહ્યો હતો. તાકિદે પાણીની સમસ્યા ન ઉકેલાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

 શહેરા નગરમાં ભર ઉનાળે પીવાનું પાણી નિયમિત મળતુ નથી. આવા સમયે નગર પાલિકા દ્વારા આપવામાં આવતુ પાણી ત્રણ કે ચાર દિવસે મળી રહ્યું હોવાનું નગરજનો જણાવી રહ્યા છે. નગરના દેસાઈવાડા લુહાર ફ્ળીયુ, હોળી ચકલા વિસ્તાર, લીમડી ચોક, લખારા સોસાયટી, ગજનવી મસ્જિદ પાછળ સહિતના અનેક વિસ્તારમાં ત્રણ કે ચાર દિવસે પીવાનું પાણી મળતું હોવા સાથે પુરતુ નહીં મળતા નગર જનો મુશ્કેલીમાં મુકાયા હતા. અમુક વિસ્તારમાં નળમાં ચોખ્ખુ પાણી આવતુ નથી.

લોકોને ના છૂટકે ઠંડા પાણીના જંગ વેચાતા મંગાવા પડી રહયા છે. પાલિકાના ઇન્ચાર્જ ચીફ્ ઓફ્સિર નરેશ મુનિયા અને મહિલા પાલિકા પ્રમુખ સમસ્યા ઉકેલવા સક્રિય ન થતા આક્રોશ જણાય છે.

 એક તરફ્ જોવા જઈએ તો ભર ઉનાળે પાલિકા દ્વારા અપાતું પીવાનું પાણી નગરજનોને જરૂરિયાત મુજબનું મળતું નથી. બીજી તરફ્ 43 ડિગ્રી તાપમાનમાં પણ મહિલાઓ હેડ પંપ ખાતે પાણી ભરવા જતા હોય ત્યારે પાણી પુરવઠાની અનેક યોજનાઓ કેટલી સાર્થક છે તે અહીંની પરિસ્થિતિ પરથી જ ખબર પડી જાય છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *