image : Freepik

Theft Case Jamnagar : જામનગરમાં લખપતિ કોલોની વિસ્તારમાં આવેલી એક ફલોરમિલને નિશાન બનાવી લીધી હતી, અને બારીની અંદર હાથ નાખી પેટીમાં રાખવામાં આવેલી રૂપિયા 16,500 ની રોકડ રકમની ચોરી કરી ગયા છે. જે ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલાયો છે, અને સીટી બી. ડિવિઝન પોલીસે ફ્લોર મિલમાં જ કામ કરતા એક કર્મચારીને ચોરાઉ રોકડ રકમ સાથે ઝડપી લીધો છે.

 

 જામનગરમાં મહાવીર સોસાયટીમાં રહેતા અને લખપતિ કોલોનીમાં દત્તાત્રેય ફ્લોર મિલ ચલાવતા શૈલેષભાઈ મણીલાલ રવિભાણ નામના વેપારીએ પોતાની ફ્લોર મિલમાંથી રાત્રી દરમિયાન કોઈ તસ્કરોએ ખાતર પાડ્યું હતું, અને બારીમાં હાથ નાખી બારી પાસે રાખવા આવેલી પેટીમાંથી આખા દિવસના વેપારની એકત્ર થયેલી રૂપિયા 16,500 ની રોકડ રકમની ચોરી કરી ગયા હતા. જે  બનાવ અંગે સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસની ટીમ બનાવના સ્થળે દોડી ગઈ હતી અને તસ્કરોને પકડવા માટેની કવાયત હાથ ધરી હતી. દરમિયાન તે ફલોરમિલમાં જ કામ કરતા અને નાઘેડીમાં રહેતા મેહુલ રમેશભાઈ દુધરેજીયા નામના શખ્સની પોલીસે અટકાયત કરી લીધી હતી, અને તેની પાસેથી રૂપિયા 16,500 ની રોકડ રકમ કબજે કરી લીધી છે. ગઈ રાત્રે ફ્લોરમિલ બંધ કરતી વખતે તેણે રોકડ રકમ બારીની નજીક પેટીમાં રાખી હતી. જ્યાં મોડી રાત્રે પરત આવીને હાથ નાખીને રોકડ રકમ ચોરી કરી લીધી હોવાનું પોલીસ સમક્ષ કબૂલી લીધું છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *