Lok Sabha Elections 2024: ચાર તબક્કાનું મતદાન પૂર્ણ થઇ ગયું છે. ત્રણ તબક્કાનું મતદાન હજુ બાકી છે. ભાજપ ગત ચુંટણીઓની સરખામણીમાં આ વખતે વધુ બેઠકો મેળવવાનો દાવો કરી રહ્યું છે. બીજી તરફ કોંગ્રેસનું ધ્યાન વધુમાં વધુ બેઠકો પર જીત મેળવવા પર છે. આ માટે તેણે એડીચોટીનું જોર લગાવી દીધું છે. આ ચુંટણીમાં કોંગ્રેસનો વોર રૂમ મહત્વની ભૂમિકા ભજવી રહ્યો છે. તેના પર કોંગ્રેસ નેતૃત્વની રેલીઓ, પ્રેસ કોન્ફરન્સ, અખબારોની હેડલાઈન, ડીજીટલ પ્રચાર પ્રસાર, સોશિયલ મીડિયા અને સર્વે જેવા કામકાજનો ભાર છે.

કોંગ્રેસનું ફોક્સ આ બેઠકો પર વધુ

આ તમામ બાબતોમાં સૌથી વધુ મહત્વપૂર્ણ છે લોકસભાની 130 બેઠકો, જેને કોંગ્રેસે પ્રાથમિકતા આપી રાખી છે. આ બેઠકો પર કોંગ્રેસે તમામ સંસાધનો કામે લગાવ્યા છે. પક્ષને આશા છે કે 326 લોકસભા બેઠકો પરથી એ કેટેગરીની 135 બેઠકો એવી છે જેને તે સરળતાથી જીતી શકે છે. આ બેઠકો પર જાતિગત સમીકરણ, ઉમેદવાર, અનામત અને સંવિધાન જેવા મુદ્દા અસરકારક બની શકે છે.

ઉમેદવારોને વોર રૂમ માહિતી આપે છે 

વોર રૂમ સમયાંતરે સરવે કરે છે. ત્યારબાદ કોંગ્રેસ નેતૃત્વ અને ઉમેદવારને તેની માહિતી પહોંચાડવામાં આવે છે. વોર રૂમનું કામ ઘણા વિભાગમાં વહેચવામાં આવ્યું છે. એક ટીમ સમગ્ર સોશિયલ મીડિયા સંભાળે છે. બીજી ટીમ વર્તમાન પત્રોમાં પ્રકાશિત થતા સમાચારની માહિતી એકત્ર કરીને તેનો વિસ્તૃત રિપોર્ટ તૈયાર કરે છે. 

સરવેમાં તે બેઠકની સમીક્ષા બાદ કાર્યક્રમ નક્કી થાય છે

આ ઉપરાંત ટોચના નેતૃત્વની રેલીની માંગ કરનારા ઉમેદવારોની જાણકારી વોર રૂમ નેતાઓને આપે છે . સુનીલ કોનુગોલુના સરવેમાં તે બેઠકની સમીક્ષા બાદ કાર્યક્રમ નક્કી થાય છે, આ ઉપરાંત સોશિયલ મીડિયાની ટીમ કોંગ્રેસના પ્રચાર પ્રસાર માટે બનેલા વિડીયો મોટા નેતાઓ સુધી પહોંચાડે છે જેથી તેઓ તે વિડીયોને પોતાના સોશિયલ મીડિયા પર મૂકી શકે.

ટીમ કોંગ્રેસના નેતાઓની પ્રેસ કોન્ફરન્સનું કામ કરે છે

અન્ય ટીમ કોંગ્રેસના નેતાઓની પ્રેસ કોન્ફરન્સનું કામ કરે છે. કયા નેતાની,કયા મુદ્દા પર પ્રેસ કોન્ફરન્સ થશે તે નક્કી વોર રૂમની ટીમ જ કરે છે. શરૂઆતમાં વોર રૂમની જવાબદારી તામીલનાડુના નેતા સેંથિલને આપવામાં આવી હતી. બાદમાં તેમને લોકસભા ચુંટણીના ઉમેદવાર બનાવી દેવાયા હતા.

આ પણ વાંચો : લોકસભા ઈલેક્શનની ગુજરાતના કોઈ ડિજિટલ પ્લેટફૉર્મમાં નથી એવી માહિતી માત્ર ગુજરાત સમાચાર પર


By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *