– ઐશ્વર્યાનો વીડિયો જોઈ ચાહકો ચિંતિત

– ઐશ્વર્યા 22 વર્ષથી સતત કાન એટેન્ડ કરે છે, આ વખતે પણ દીકરીને સાથે લઈ ગઈ

મુંબઇ : ઐશ્વર્યા રાયનો હાથ ભાંગ્યો છે. તે કાન ફેસ્ટિવમલાં ભાગ લેવા જવા  રવાના થવા માટે એરપોર્ટ પર દેખાઈ ત્યારે તેનો હાથ સ્લિન્ગમાં હતો. પ્લાસ્ટર બાંધેલા હાથે જ તે રવાના થઈ હતી. દીકરી આરાધ્યા પણ તેની સાથે હતી. 

ઐશ્વર્યા અને આરાધ્યા બંનેએ એરપોર્ટમાં એન્ટ્રી પહેલાં ત્યાં હાજર પાપારાઝીઓનું અભિવાદન કર્યું હતું. જોકે, ઐશ્વર્યાએ પોતાના હાથનાં પ્લાસ્ટર વિશે  કોઈ ફોડ પાડયો ન હતો. 

ઐશ્વર્યા છેલ્લા ૨૨ વરસથી લગાતાર કાન ફેસ્ટિવલ માં અચૂક હાજરી આપે છે. તેને ક્વિન ઓફ કાન્સનું બિરુદ પણ મળેલું છે. સૌ પહેલીવાર ૨૦૦૨માં તેણે કાન્સ ફેસ્ટિવમલાં ડેબ્યૂ કર્યું હતું, 

ગયાં વર્ષની જેમ આ વખતે પણ ઐશ્વર્યા દીકરી આરાધ્યાને સાથે લઈ ગઈ છે. 

ઐશ્વર્યા ઉપરાંત અદિતી રાવ હૈદરી, શોિભિતા ધુલીપાલા, કિયારા અડવાણી પણ કાન્સ  ફેસ્ટિવલમાં ભાગ લેવાના છે. જ્યારે ઉર્વશી રૌતેલા અને દિપ્તી સાધવાની ઓલરેડી આ વખતે કેટ વોક કરી ચૂક્યાં છે. 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *