જામનગરના રણજીતનગર પટેલ સમાજમાં બનેલો બનાવ : લાલપુરના કેટરર્સે બાળ મજૂરો રાખી સમારંભમાં ભોજન – નાસ્તાનો કોન્ટ્રાક્ટ રાખ્યો હતો

 જામનગર, : જામનગરમાં રણજીતનગર પટેલ સમાજમાં ચાલી રહેલા એક પ્રસંગમાં કુમળીવયના બાળક પાસે બાળમજૂરી કરાવવામાં આવી રહી હતી, જે દરમિયાન બાળકનું લિફ્ટમાં ફસાઈ જતાં મૃત્યુ નીપજ્યું હતું, જે પ્રકરણમાં તપાસના અંતે  જામનગરના મદદનીશ શ્રમ આયુક્ત કચેરીના સરકારી અધિકારીએ જાતે તપાસ કરી બાળમજૂરી કરાવનાર કેટરીંગ સર્વિસના બે સંચાલકો સામે સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો છે.

આ કાર્યવાહીની વિગત એવી છે કે જામનગરના રણજીત નગર પટેલ સમાજમાં ગત તા. 26.4.2024ના દિવસે એક પ્રસંગ ચાલી રહ્યો હતો, જેમાં ભોજન સમારંભ માટે કેટરિંગ સર્વિસની ટીમને ઓર્ડર અપાયો હતો, અને લાલપુરમાં સપના  નાસ્તા ભુવનના સંચાલક ચિરાગભાઈ ઉર્ફે સંદીપભાઈ ગોકળભાઈ ગોરીયા તેમજ પંચેશ્વર ટાવર પાસે રહેતા રાજુભાઈ કાનાભાઈ વાઘેલા દ્વારા કેટરિંગનો કોન્ટ્રાક્ટ રાખવામાં આવ્યો હતો.

જે બંનેએ ઉપરોક્ત પ્રસંગમાં 14 વર્ષથી નાની વયના બાળકને કામે રાખીને બાળ મજુરી કરાવવામાં આવતું હોવાથી બાળમજૂરી કરી રહેલા એક બાળકનું લિફ્ટ માં મજૂરી કામ દરમિયાન ફસાઈ જવાના કારણે મૃત્યુ નીપજ્યું હતું.

જે બનાવ સંદર્ભે જામનગરની શ્રમ આયુક્ત કચેરી ના સરકારી અધિકારી ડી.ડી. રામી અને તેઓની ટીમ દ્વારા સમગ્ર પ્રકરણની ઊંડાણપૂર્વકની તપાસણી કરવામાં આવી હતી, જે તપાસના અંતે, 13  વર્ષની વયના એક બાળક પાસે બાળ મજુરી કરાવાઈ રહી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. જેથી કેટરીંગ સર્વિસના બંને સંચાલકો ચિરાગભાઈ તથા રાજુભાઈ સામે સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

 જેમાં સરકારી અધિકારી ડી.ડી. રામી જાતે ફરિયાદી બન્યા હતા, અને બંને આરોપીઓ સામે ધી ચાઇલ્ડ લેબર (પ્રોહીબીશન એન્ડ રેગ્યુલેશન) એમેન્ડમેન્ટ એક્ટ 1986  ની કલમ 3,14 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *