ફરિયાદ રદ્દ કરવાની માંગણી હાઇકોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી
મહિલાનો આક્ષેપ છે કે પતિ અને સસરાએ તેના બિસત્સ વીડિયો પોર્ન સાઇટ પર મુકી દીધા
હવે પોર્ન વીડિયો ઉતારવા મામલે સમાધાન થઈ ગયું હોવાનું જણાવ્યું
રાજકોટમાં પુત્રવધુના વીડિયો પોર્ન સાઈટ ઉપર અપલોડ કરવાના મામલે સાસુ સસરાની ફરિયાદ રદ્દ કરવાની માંગણી હાઇકોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી છે. જેમાં પુત્રવધુ અને સાસુ સસરા વચ્ચે પોર્ન વીડિયો ઉતારવા મામલે સમાધાન થઈ ગયું હોવાનું જણાવ્યું છે. કોર્ટ દ્વારા FIR રદ્દ ન કરી શકાય તેમ જણાવી અરજી ફગાવી દેવામાં આવી છે. હાઈકોર્ટે નોંધ્યું આ ગંભીર પ્રકારની ઘટના અને ગુન્હો છે. તેમજ કેસમાં પતિ, સાસુ અને સસરા ત્રણે આરોપી છે.
ફરિયાદ રદ્દ કરવાની માંગણી હાઇકોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી
રાજકોટમાં પુત્રવધુના વીડિયો પોર્ન સાઈટ ઉપર અપલોડ કરવાના મામલે સાસુ સસરાની ફરિયાદ રદ્દ કરવાની માંગણી હાઇકોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી છે. જેમાં પુત્રવધુ અને સાસુ સસરા વચ્ચે પોર્ન વીડિયો ઉતારવા મામલે સમાધાન થઈ ગયું હોવાનું જણાવ્યું છે. કોર્ટ દ્વારા FIR રદ્દ ન કરી શકાય તેમ જણાવી અરજી ફગાવી દેવામાં આવી છે. હાઈકોર્ટે નોંધ્યું આ ગંભીર પ્રકારની ઘટના અને ગુન્હો છે. તેમજ કેસમાં પતિ, સાસુ અને સસરા ત્રણે આરોપી છે.
યુવતીના મામા સહિત ચાર શખ્સોએ હુમલો કર્યો
ગત 8 ઓગસ્ટે પોતાના પતિને સમાધાન માટે બોલાવીને હુમલો કર્યો હતો. જેમાં યુવતીના મામા સહિત ચાર શખ્સોએ હુમલો કર્યો હતો. હુમલો કર્યા બાદ પતિ સિવીલ હોસ્પિટલમાં દાખલ થયો હતો. જેમાં અગાઉ રાજકોટમાં સાસુ, સસરા અને પતિ દ્વારા પુત્રવધુનો પોર્ન વીડિયો ઉતારવાનો કેસમાં નવી વિગતો સામે આવી હતી. જેમાં એક તરફ સાઈબર ક્રાઈમ પોલીસે આરોપી પતિ, સાસુ અને સસરા સામે દૂષ્કર્મ અને આઈટી એકટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી હતી.
યુવતીએ 8 ઓગસ્ટના પોતાના પતિને સમાધાન માટે બોલાવીને હુમલો કર્યો
આ મામલે હવે યુવતીનો પણ મોટો ખુલાસો સામે આવ્યો હતો. જેમાં યુવતીએ 8 ઓગસ્ટના પોતાના પતિને સમાધાન માટે બોલાવીને હુમલો કર્યો હતો. પરિણીતાના મામા સહિત ચાર શખ્સોએ હુમલો કર્યો હતો. હુમલો કર્યા બાદ પતિને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. સમગ્ર મામલે લોધિકા પોલીસે અટકાયતી પગલાં લીધા હતા. જેની ઘટના બાદ જ પરિણીતા ફરિયાદ નોંધાવવા પહોંચી હતી અને સમગ્ર મામલો સામે આવ્યો હતો.
શું છે સમગ્ર ઘટના
નોંધનીય છેકે રાજકોટના ભદ્ર વિસ્તારમાં એક મહિલાએ તેના પતિ અને સસરા પર ગંભીર આક્ષેપ કર્યા હતા. મહિલાનો આક્ષેપ છે કે, રૂપિયા કમાવવા માટે તેના પતિ અને સસરાએ તેના બિસત્સ વીડિયો પોર્ન સાઇટ પર મુકી દીધા હતા. પોલીસે આ મામલે આરોપીઓ સામે દુષ્કર્મ અને IT એક્ટની કલમો હેઠળ ગુનો પણ નોંધ્યો હતો.