મુખ્ય આરોપીઓએ કોર્ટમાં કરી હતી જામીન અરજી
વડોદરા સેશન્સ કોર્ટ દ્વારા જામીન અરજી કરાઈ રદ
20માંથી 14 આરોપીઓ થયા છે જામીન મુક્ત
હરણી બોટકાંડમાં આરોપીઓની જામીન અરજી રદ થઇ છે. જેમાં મુખ્ય આરોપીઓએ કોર્ટમાં જામીન અરજી કરી હતી. તેમાં વડોદરા સેશન્સ કોર્ટ દ્વારા જામીન અરજી રદ કરાઈ છે. કોટિયા પ્રોજેકટના સંચાલક પરેશ અને વત્સલ શાહ છે. તેમજ 20માંથી 14 આરોપીઓ જામીન મુક્ત થયા છે.
હરણી બોટિંગના મેનેજર શાંતિલાલ સોલંકી
વડોદરાના હરણી બોટકાંડ મામલે મુખ્ય આરોપીઓએ કોર્ટમાં જામીન અરજી કરી હતી. જેમાં પરેશ શાહ, વત્સલ શાહ અને શાંતિલાલ સોલંકીએ જામીન અરજી કરી હતી. તેમાં સેશન્સ કોર્ટ દ્વારા જામીન અરજી રદ કરાઈ છે. તેમજ કોટિયા પ્રોજેકટના મુખ્ય સંચાલક પરેશ શાહ અને તેમના પુત્ર વત્સલ શાહ છે. તથા હરણી બોટિંગના મેનેજર શાંતિલાલ સોલંકી છે. અગાઉ 20 આરોપીઓ પૈકી 14 આરોપીઓ જામીન મુક્ત થયા છે.
જાણો શું હતી સમગ્ર ઘટના:
વડોદરાના હરણી તળાવમાં થયેલી બોટ કાંડની ઘટનામાં 12 વિદ્યાર્થીઓ અને 2 શિક્ષિકાઓના ડુબી જવાથી મોત થયા હતા. આ પછી તપાસના આદેશો અપાયા અને એફએસએલની ટીમનો અને પોલીસનો રિપોર્ટ સામે આવ્યો હતો. લેટેસ્ટ રિપોર્ટમાં સામે આવ્યુ હતુ કે, હરણી તળાવ કાંડમાં બોટમાં વજન વધી ગયુ હતુ, જેના કારણે ટર્ન લેતી વખતે બોટ પલટી મારી ગઇ હતી. નિયમ પ્રમાણે એક બોટમાં એક ટન જેટલું વજન વહન કરી શકાય છે જ્યારે તે સમયે બોટમાં દોઢ ટનથી વધુ વજન થઇ ગયુ હતુ, જેના કારણે આ ગોઝારી દૂર્ઘટના ઘટી હતી.
સંચાલકોએ કહ્યું અમારી બનાવેલી બોટની ક્ષમતા માત્ર એક ટન વજનની હતી
છેલ્લા કેટલાય સમયથી ગુજરાતમાં ઘટેલી આ મોતની ઘટનાને લઇને ચર્ચાઓ થઇ રહી છે, વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી ખાઇ જતાં પ્રવાસે ગયેલા 12 વિદ્યાર્થીઓ સાથે 2 શિક્ષિકાઓના પણ ડુબી જવાથી મોત થયા હતા. નિયમ પ્રમાણે બોટમાં આગળના ભાગમાં કોઈને બેસાડવાના હોતા નથી, ખરેખરમાં, જ્યાં કોઈને બેસાડી ના શકાય ત્યાં દસ વિદ્યાર્થીઓને બેસાડી દીધા હતા. આગળના ભાગે વિદ્યાર્થીઓ બેસાડ્યા હતા, જેથી ટર્ન લેતી વખતે બોટ પલ્ટી ખાઇ ગઇ હતી. બોટ બનાવનાર કંપનીએ પણ લેક ઝૉન સંચાલકોની બેદરકારીને ખુલ્લી પાડી દીધી છે. કંપની સંચાલકોએ કહ્યું અમારી બનાવેલી બોટની ક્ષમતા માત્ર એક ટન વજનની હતી.