રૂા.794 કરોડના ખર્ચે યોજનાને વહીવટી મંજૂરી
ખેડા-મહીસાગરના ગામના 134 તળાવો ભરાશે
લુણાવાડાના ટોરીયા અને બાલાશિનોરના રૈયત ગામેથી કામગીરીનો આરંભ કરવામાં આવ્યો છે
મહી ઉદ્દહન સિંચાઈ યોજના થકી ખેડા-મહીસાગરના વિવિધ 81 ગામના કુલ 134 તળાવો ભરવાથી 8,100 હેક્ટર જમીનને પિયતનો લાભ થનાર છે. ત્યારે આ યોજના માટે જળ સંપત્તિ- પાણી પુરવઠા રાજ્યમંત્રી મુકેશ પટેલ મહી નદી ઉદ્દહન સિંચાઈ યોજના માટે રૂ.794 કરોડની વહીવટી મંજૂરી- ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થતા લુણાવાડાના ટોરીયા અને બાલાશિનોરના રૈયત ગામેથી કામગીરીનો આરંભ કરવામાં આવ્યો છે
મહી નદીની ઉદ્દહન સિંચાઈ યોજનાથી ખેડા જિલ્લામાં કપડવંજ તાલુકાના 54 ગામ, કઠલાલના 20 ગામ, ગલતેશ્વરમાં 07 ગામ, ઠાસરા તાલુકામાં 05 તેવી જ રીતે મહીસાગરના બાલાસિનોર તાલુકાના 40 ગામ એમ બંને જિલ્લાના કુલ 134 તળાવો ભરવામાં આવશે. આ તળાવો ભરવાથી 8,100 હેકટર વિસ્તારને સિંચાઈ પાણીનો લાભ મળશે.