Brain Stroke:છેલ્લા કેટલાક વર્ષથી હાર્ટએટેકની સાથે બ્રેઈન સ્ટ્રોકના કેસમાં પણ ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. વિશેષ કરીને યુવાનોમાં બ્રેઈન સ્ટ્રોકનું પ્રમાણ ચિંતાજનક રીતે વધ્યું છે. અમદાવાદની સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોમાં સ્ટ્રોકના કેસમાં બમણો વધારો જોવા મળ્યો છે. અગાઉ વૃદ્ધોમાં બ્રેઈન સ્ટ્રોકના કેસ વધારે જોવા મળતાં અને યુવાનોમાં તેનું પ્રમાણ સામાન્ય હતું.

બ્રેઈન સ્ટ્રોકમાં દર્દીને ઝડપી સારવાર જરૂરી

જેની સરખામણીએ હવે 40થી ઓછી વયના યુવાનોમાં પણ બ્રેઈન સ્ટ્રોકના કેસમાં વધારો જોવા મળ્યો છે. છેલ્લા કેટલાક વર્ષમાં યુવાનોમાં બ્રેઇન સ્ટ્રોકના પ્રમાણમાં બમણો વધારો થયો છે. આ અંગે ડોક્ટરોના મતે હાર્ટ એટેકમાં જે રીતે લોકોમાં જાગૃતિ વધી રહી છે તે રીતે બ્રેઇન સ્ટ્રોક અંગે પણ જાગૃતિ વધે તેવા પ્રયાસ હાથ ધરવા જોઈએ.

સ્ટ્રોકના લક્ષણો

– મોંઢું, હાથ અને પગ અચાનક ખોટા પડી જવા

– બોલવામાં સમસ્યા

–  મોંઢું વાંકુ થઇ જવું

– શરીરમાં એક પ્રકારથી લકવા જેવા લક્ષણ

– દ્રષ્ટિમાં અચાનક જ ઝાંખપ આવવા લાગવી

– હાથ-પગમાં નબળાઈ આવવી

ભારતમાં દર ચાર મિનિટે એક વ્યક્તિનું સ્ટ્રોકથી મૃત્યુ

એઈમ્સના અહેવાલ અનુસાર ભારતમાં દર ચાર મિનિટે એક વ્યક્તિનું સ્ટ્રોકથી મૃત્યુ થાય છે. ભારતમાં દર વર્ષે અંદાજે બે લાખથી વધુ લોકો 2 સ્ટ્રોકનો શિકાર બને છે. વિશ્વમાં સ્ટ્રોકના જે કેસ નોંધાય છે તેમાંથી 68.60 ટકા માત્ર ભારતમાંથી હોવાનું ગ્લોબલ બર્ડન |ડિસિઝ રીપોર્ટમાં સામે આવ્યું છે. ભારતમાં હવે 20 વર્ષથી ઓછી વયનામાં પણ સ્ટ્રોક જોવા મળે છે.

યુવાનોમાં સ્ટ્રોકનું પ્રમાણ હવે બમણા જેટલું વધ્યું

સ્ટ્રોક અંગે જાણકારીનો હજુ અભાવ જોવા મળે છે. સ્ટ્રોક આવે તે તેમાં પ્રથમ 3 કલાક ખૂબ જ મહત્ત્વના છે. જો દર્દીને સમયસર હોસ્પિટલ પહોંચાડવામાં આવે તો તેની સાજા થવાની સંભાવના વધી જાય છે. હાલ યુવાનોમાં સ્ટ્રોકના કેસમાં જે વધારો થયો છે તેના માટે હાઈ બ્લડપ્રેશર, બેઠાડુ જીવન, હાઈપર ટેન્શન, મેદસ્વીપણું જેવા વિવિધ પરિબળો જવાબદાર છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *