– અમેરિકામાં પણ રંગભેદ ગુપ્ત રીતે પ્રવેશી ચુક્યો છે
– માત્ર એશિયન-અમેરિકન્સ જ નહીં : હવાઈ ટાપુઓના મૂળ વતનીઓ તથા પેસિફિક ટાપુઓના વતનીઓ પણ અનુભવે છે કે તેમને ધિક્કારાઈ રહ્યા છે
વોશિંગ્ટન : એક સમયે યુએસ વિવિધ ધર્મો અને જાતીઓ માટે કોલ્ડ્રમ કહેવાતું હતું. હજી સુધી અમેરિકામાં એશિયન્સ અને યુએસનું ૫૦મું રાજ્ય બનેલા હવાઈ ટાપુઓના મુળ વતનીઓ તથા અમેરિકાના જ પેસિફિક ટાપુઓના મૂળ વતનીઓને આવકારવામાં આવ્યા હતા. પરંતુ છેલ્લા વર્ષોથી વિશેષ છેલ્લા ૧-૨ વર્ષથી તો તે સર્વે પ્રત્યે ધિક્કારની ભાવના પ્રવર્તી રહી હોવાનું તેમને લાગે છે.
તાજેતરમાં જ પ્રસિદ્ધ થયેલા અહેવાલો દર્શાવે છે કે અમેરિકામાં જન સામાન્યમાં તે સર્વે પ્રત્યે ધિક્કારની ભાવના કેટલી વધી છે અને એશિયન-અમેરિકન્સ વગેરે તે અંગે કેવી લાગણી ધરાવે છે. તે અંગેનો STAAUS ઇન્ડેકસ ૨૦૨૪ એક સર્વગ્રાહી અહેવાલ આપે છે.
તે અહેવાલ તૈયાર કરવા માટે ૬૨૭૨ લોકોના ઇન્ટરવ્યુ લેવામાં આવ્યા હતા. તેમાં એશિયન-અમેરિકન્સ નેટિવ હવાઇન્સ અને પેસિફિક આઇલેન્ડર્સ (AANHPIS) જેઓ અમેરિકામાં વસે છે. તેમને આવરી લેવામાં આવ્યા હતા. તે પ્રમાણે ૨૦૨૧ થી અત્યાર સુધીની STAATUS વિષે કોવિડ-૧૯ થી શરૂ કરી હજી સુધીની પરિસ્થિતિનો અભ્યાસ રજૂ કરાયો છે. તે સંબંધે એશિયન-અમેરિકન્સ ફાઉન્ડેશન તથા એશિયન-અમેરિકન કોમ્યુનિટીના ચેરમેન ડો. પોલ વાતાન્બેએ બંને જણાવે છે કે ૩૨% એશિયન-અમેરિકન્સે કહ્યું કે, તેમના પ્રત્યે અપમાનજનક વ્યવહાર અને શબ્દ પ્રયોગ કરવામાં આવે છે. તેમને ઘણીવાર ગાળો પણ અપાય છે. વિશેષત: તેના સબ ગુ્રપ સાઉથ ઇસ્ટ એશિયન્સ સૌથી વધુ ભોગ બને છે. તેઓ અને લગભગ તમામ એશિયન-અમેરિકન્સ પ્રત્યે આવો કઠોર વ્યવહાર થાય છે. તેનું એક મહત્વનું કારણ તે છે કે મોટા ભાગના અમેરિકન્સ માને છે કે તેઓ અમેરિકા (યુએસ) પ્રત્યે વફાદાર નથી.
વિશ્લેષકો તેમાં વધુ જણાવતાં કહે છે કે, એએએનએચપીઆઇએસ જૂથના લોકો ગરીબ પ્રદેશોમાંથી આવતા હોઈ અમેરિકાના મુળ યુરોપીય વંશજો કરતાં ઓછા પગારે નોકરીઓ સ્વીકારવા તૈયાર હોય છે. તેથી મૂળ અમેરિકન્સના યુવા વર્ગમાં બેકારી વધી રહી છે. પરિણામે તેઓ પ્રત્યે ધિક્કારની ભાવના વધી છે. સાથે રંગભેદ પણ એક કારણ છે. ગમે તેટલું કહો પરંતુ હજી પણ દુનિયામાંથી રંગભેદ તદ્દન દૂર થઇ શક્યો નથી. અમેરિકા (યુએસ) તેનું એક ઉદાહરણ છે.