Kangana Ranaut Nomination : બૉલીવૂડ એક્ટ્રેસ કંગના રનૌત ભાજપની ટિકિટ પર હિમાચલ પ્રદેશના મંડીથી લોકસભા ચૂંટણી લડી રહી છે. કંગનાએ પોતાની ઉમેદવારી નોંધાવી દીધી છે. ઉમેદવારીની સાથે જ એક્ટ્રેસે પોતાનું નેટવર્થ એફિડેવિટ પણ જમા કર્યું છે. જેના અનુસાર, એક્ટ્રેસ 90 કરોડથી વધુની સંપત્તિની માલિક છે.

એફિડેવિટના અનુસાર, કંગના રનૌતની પાસે 91.50 કરોડ રૂપિયાની સંપત્તિ છે. આલિશાન ઘર, ગાડીઓ અને જ્વેલરી સિવાય અને એક્ટ્રેસ પાસે બેંકમાં પણ કરોડો રૂપિયા જમા છે. મુંબઈમાં કંગનાના અલગ-અલગ બેંક એકાઉન્ટમાં અઢી કરોડથી વધુ રૂપિયા જમા છે.

8 બેંકોમાં જમા છે કરોડો રૂપિયા

કંગનાની પાસે મુંબઈમાં 7 અને મંડીમાં એક, આમ કુલ 8 બેંક એકાઉન્ટ છે. જેમાં કુલ મળીને 2 કરોડ 55 લાખ 86 હજાર 468 રૂપિયા જમા છે. IDBI બેંકમાં એક્ટ્રેસના બે એકાઉન્ટ છે જેમાંથી એકમાં 1,07,10,260,43 રૂપિયા અને બીજામાં 22,33,636 રૂપિયા જમા છે. કંગનાના બેંક ઓફ બરોડામાં પણ એક ખાતું છે જેમાં 15,189,49 રૂપિયા જમા છે. મુંબઈની HSBC બેંકમાં કંગના રનૌતના 1,08,844,01 રૂપિયા અને સ્ટાન્ડર્ડ ચાર્ટેડના એકાઉન્ટમાં 1,55,504 રૂપિયા રકમ છે. ICIC બેંકમાં એક્ટ્રસના બે એકાઉન્ટ્સ છે જેમાંથી એક 26.619 રૂપિયા અને બીજામાં 50 હજાર રૂપિયા જમા છે.

મંડી વાળા એકાઉન્ટમાં માત્ર આટલા જ રૂપિયા

હિમાચલ પ્રદેશના મંડી જ્યાંથી એક્ટ્રેસ ચૂંટણી લડી રહી છે, ત્યાં પણ કંગનાનું એકાઉન્ટ છે. કંગના રનૌતની પાસે બેંક ઓફ બરોડા વાળા એકાઉન્ટમાં અંદાજિત 7099 રૂપિયા જમા છે.

કંગના પર 17 કરોડનું દેવું

12 પાસ બોલીવૂડ એક્ટ્રેસ અને ભાજપ ઉમેદવાર કંગના રનૌતની પાસે રોકડા 2 લાખ રૂપિયા છે અને તમામ બેંક એકાઉન્ટ્સ, શેર-ડિબેન્ચર્સ અને જ્વેલરી સહિત અન્યને જોડતા કુલ ચલ સંપત્તિ 28,73,44,239 રૂપિયા છે. જ્યારે અચલ સંપત્તિ 62,92,87,000 રૂપિયા છે. જ્યારે તેના પર 17,38,00000 રૂપિયા દેવું છે.

એક્ટ્રેસ પાસે કેટલી છે જ્વેલરી?

જણાવી દઈએ કે, કંગના રનૌત પાસે હીરા, સોના અને ચાંદીના ઘરેણાં પણ છે. 6 કિલો 700 ગ્રામ સોનું અને જ્વેલરી છે, જેની કિંમત અંદાજિત 5 કરોડ રૂપિયા જણાવાય રહી છે. આ સિવાય તેમની પાસે 60 કિલો ચાંદી છે, જેની અંદાજિત કિંમત 50 લાખ રૂપિયા છે. આ સિવાય એક્ટ્રેસ પાસે 3 કરોડ રૂપિયાની ડાયમંડ જ્વેલરી છે.

આ સિવાય કંગનાને મોંઘી અને લક્ઝરી કારનો પણ શોખ છે અને તેમની પાસે શાનદાર કાર પણ છે. ચૂંટણી પંચના એફિડેવિટમાં તેમણે બે કારનો ઉલ્લેખ કર્યો છે. જેમાં એક BMW 7-સીરીઝ અને બીજી Mercedes Benz GLE SUV છે. આ બંને કારોની કુલ કિંમત 1.56 કરોડ રૂપિયા જણાવાય રહી છે.

કંગનાના નામ પર 50 LIC પૉલિસી

કંગનીની ચલ સંપત્તિની ડિટેઈલ્સ જોઈએ તો તેમાં સૌથી ખાસ વાત એ છે કે તેમના નામ પર એક-બે નહીં પરંતુ 50 LIC પૉલિસી છે. આ તમામ પૉલિસી એક જ તારીખ 4 જૂન 2008ના દિવસે ખરીદાઈ છે. આ સિવાય તેમણે શેરોમાં પણ રોકાણ કર્યું છે. મનિકર્ણિકા ફિલ્મ્સ પ્રાઇવેટ લિમિટેડના 9999 શેર તેમની પાસે છે, જેમાં તેમનો ટોટલ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ અમાઉન્ટ 1.20 કરોડ રૂપિયાથી વધુ છે.

ફિલ્મો અને જાહેરાતોથી થાય છે મોટી કમાણી

કંગના રનૌતની ગણતરી બોલીવૂડની સૌથી અમીર અને મોંઘી એક્ટ્રેસમાં થાય છે. તેનો અંદાજ તેમની ફી જોઈને લગાવી શકાય છે. રિપોર્ટ્સના અનુસાર, કંગના એક ફિલ્મ કરવા માટે અંદાજિત 15 થી 25 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. આ સિવાય તેઓ જાહેરાત કરવા માટે 3-3.5 કરોડ રૂપિયા સુધી ચાર્જ કરે છે. આ સાથે તે એક ફિલ્મ ડાયરેક્ટર અને પ્રોડ્યુસર પણ છે. 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *