શિક્ષક પરિવારને ઊંઘતો રાખી તસ્કરે ચોરી કરી બહાર આગળિયો વાસી દીધો

પોલીસે હાથફેરો કરનાર રાજકોટના શખ્સને દબોચી રૂ.૧,૪૦ લાખ અને સોનાનું  બ્રેસલેટ મળી કુલ રૂ. ૧,૭૧લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો

જેતપુર,વિરપુર: વિરપુરમાં જલારામ મંદિરની પાછળ રહેતો પરિવાર અગાશીએ સુવા જતા પાછળથી તસ્કરે મકાનમાંથી ૧.૭૧ લાખની મતાની ચોરી કરી જતા ફરિયાદ નોંધાવાઇ હતી.પોલીસે તપાસ હાથ ધરી ચોરીનો ભેદ ગણતરીની કલાકોમાં ઉકેલી નાંખી રાજકોટના તસ્કરને દબોચી લીધો હતો. આરોપી પાસેથી ચોરી કરેલ તમામ રૂ.૧.૭૧ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

અહીં જલારામ મંદિરની પાછળ રહેતાં ભાર્ગવ કનકરાય જાની ઉ.૩૮એ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, તેમના માતા પિતા વિરપુર ગામમાં રહે છે. તેઓ તેમની પત્ની અને પુત્રી સાથે એક વર્ષથી ત્રંબા ગામે રહે છે.અને ત્યાં ખાનગી સ્કૂલમાં શિક્ષક તરીકે નોકરી કરે છે.  સ્કુલમાં વેકેશન પડતા તેઓ પરીવાર સાથે વિરપુર ઘરે આવતા રહેલ હતા.રોજ રાત્રે સુવા માટે ધાબા ઉપર ગયા હતાં. બાદમાં વહેલી સવારે પાણીનો વારો હોય જેથી ઊઠીને રૂમમાંથી બહાર નીકળી દરવાજો ખોલતા દરવાજો બહારથી બંધ હતો.જેથી પાડોશીને ફોન કરી દરવાજો બંધ હોય જે ખોલવા માટે કહેતા પાડોશી તેના  દરવાજો ખોલેલ હતો. અને કડીયા કામ ચાલુ હોય જેથી તેઓ ધાબા પરથી નીચે ઉતરેલ  હતા.અને મેઈન દરવાજો લોક હોય જે દરવાજો ખોલેલ અને અંદર જોતા બે રૂમ હોય તેમાં એક રૂમનો દરવાજો ખુલ્લો હતો. રૂમની અંદર ત્રણ કબાટ હોય જે ખુલેલ હતા. અને બાજુમાં ત્રણ થેલા પડેલ હોય જે સામાન વેર વીખેર પડેલ જોવામાં આવેલ હતો ચેક કરતાં પગારમાંથી બચત કરેલ રૂ. ૧.૪૦ લાખ થેલામાં રાખેલ હોય જે જોવામાં આવેલ ન હતા.તેમજ થેલામાં તેમની પત્નીનું સોનાનુ બ્રેસલેટ  જોવામાં આવેલ ન હતું.જેથી કોઈ અજાણ્યાં શખ્સોએ ઘરમાં ઘુસી રોકડ અને સોનાનું બ્રેસલેટ મળી કુલ રૂ.૧.૭૧ લાખનો મુદ્દામાલની ચોરી કરી નાસી છૂટયો હતો.

 બનાવ અંગેની ફરીયાદ પરથી સર્કલ પીઆઈ એ.આર.હેરમાના માર્ગદર્શન હેઠળ વિરપુર પીએસઆઈ એસ. વી.ગળચર અને ટીમે બાતમી આધારે ચોરી કરી નાસી છૂટેલા રાજકોટના શખ્સ અમિત ભુપત ડાભીને પકડી રોકડ રૂ.૧,૪૦ લાખ અને સોનાનું બ્રેસલેટ રૂ.૩૧૫૪૭ મળી કુલ રૂ. ૧,૭૧,૫૪૭નો મુદ્દામાલ કબ્જે કરી ચોરીનો ભેદ ઉકેલી નાંખ્યો હતો.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *