IPL 2024 | હાર્દિક પંડ્યાની કેપ્ટન્સીની ટીકા કરનારા સાઉથ આફ્રિકાના ભૂતપૂર્વ બેટ્સમેન ડી વિલિયર્સ અને ઈંગ્લેન્ડને પૂર્વ ક્રિકેટર પીટરસનની આકરી ઝાટકણી ભૂતપૂર્વ ભારતીય ઓપનર ગંભીરે (Gautam Gambhir reply to AB De villiers) કાઢી હતી. 

હાર્દિકની પડખે આવ્યો ગંભીર 

હાલમાં કોલકાતાના મેન્ટર તરીકેની જવાબદારી સંભાળતાં ગંભીરે કહ્યું કે, હાર્દિકની ટીકા કરનારા ડી વિલિયર્સ અને પિટરસન ખુદ તો કેપ્ટન તરીકે ફ્લોપ રહ્યા હતા. જ્યારે તેઓ કેપ્ટન હતા, ત્યારે તેમનો શું રેકોર્ડ હતો, તે પણ જોવું જોઈએ ને? ગંભીરે એક ઈન્ટરવ્યૂમાં એમ કહ્યું કે, કેપ્ટન તરીકેના દ્રષ્ટિકોણથી જોઈએ તો ડી વિલિયર્સ અને પીટરસને તેમની કારકિર્દીમાં કશુ હાંસલ કર્યું હોય તેમ મને નથી લાગતું. 

ગંભીરે આપ્યો જડબાતોડ જવાબ 

ગંભીરે વળતા પ્રહાર કરતાં કહ્યું કે તમે તેમનો રેકોર્ડ જુઓ તે અન્ય કોઈપણ કેપ્ટન કરતાં પણ કરતાં પણ નબળો હશે. મને નથી લાગતુ કે, ડીવિલિયર્સે ક્યારેય આઈપીએલમાં કેપ્ટન્સી કરી હોય કે પછી તેણે તેના વ્યક્તિગત સ્કોર સિવાય કેપ્ટન તરીકે કશુ હાંસલ કર્યું હોય. જ્યારે હાર્દિક તો આઈપીએલ જીતનારો કેપ્ટન છે. તો બરોબરીવાળાની તુલના થાય, બીજાની નહીં.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *