રૂપિયા 10 લાખમાં સોદો કરનારા હસન બાવાનો સાળો સૈફ જીમ ટ્રેનર
સીમકાર્ડ ગર્લફ્રેન્ડ સાથે વાત કરવી છે તેવું કહીને ખરીદ્યા
જુનેદને ચાર સીમકાર્ડના રૂ.3000 આપ્યા હતા

સુરત એક કરોડનાં ડ્રગ્સ પકડવાનો મામલો છે. જેમાં ડ્રગ્સ ડિલિંગમાં એડવાન્સ લેવા મુંબઈથી સુરત આવેલો એક વ્યક્તિ પકડાયો છે. તેમાં મુંબઈના સૈફઅલી ઉર્ફે અલી મોહમદ રફીક શેખની ધરપકડ કરવામાં આવી છે. આરોપી મુંબઈના માહિમ સ્થિત ક્ષિતીઝ બિલ્ડીંગમાં રહે છે.

રૂપિયા 10 લાખમાં સોદો કરનારા હસન બાવાનો સાળો સૈફ જીમ ટ્રેનર

રૂપિયા 10 લાખમાં સોદો કરનારા હસન બાવાનો સાળો સૈફ જીમ ટ્રેનર છે. તેમજ હસન બાવાએ કિલોના રૂપિયા 10 લાખ રૂપિયા લેખે કિંમત લઇ આ માલ મોકલ્યો હતો. જેમાં રામપુરા સ્થિત લાલર્મિયા મસ્જીદ પાસેથી ડ્રગ્સ પકડાયું હતુ. જેમાં ડ્રગ્સ ડિલિંગ માટે બે ડ્રગ્સ માફિયા ભેગા થયેલા હતા. તેમાં ડ્રગ્સ માફિયા મોહમ્મદ કાસીફ ઈકબાલ ઉર્ફે પસીના શેખ અને શેહબાઝ ઈર્શાદહુસૈન ખાનને પોલીસે ઘેર્યા હતા. તેમાં રામપુરામાં પોલીસને હાથતાળી આપી ભાગેલો શેહબાઝ હજુ પકડાયો નથી.

સીમકાર્ડ ગર્લફ્રેન્ડ સાથે વાત કરવી છે તેવું કહીને ખરીદ્યા

આંતરરાષ્ટ્રીય માર્કેટમાં એક કરોડ રૂપિયે કિલો કિંમત ધરાવતું મેફેડ્રોન ડ્રગ્સ હસન બાવા 10થી 20 લાખમાં આપતો હતો. જેમાં એડવાન્સ પેમેન્ટ લેવા પૂરતી જ આરોપી સૈફઅલીની ભૂમિકા હતી. સુરતમાં દારૂ સાથે ડ્રગ્સનું દૂષણ ઘર કરી ગયું છે. તાજેતરમાં ચર્ચાના ચગડોળે ચડેલા રૂપિયા એક કરોડના ડ્રગ્સ કેસમાં આરોપી સલમાનને ચાર સીમકાર્ડ આપનારા તેના પિતરાઈની પોલીસે ધરપકડ કરી હતી. જોકે, પિતરાઈ જુનેદનું કહેવું છે કે સલમાને તેને આ સીમકાર્ડ ગર્લફ્રેન્ડ સાથે વાત કરવી છે તેવું કહીને ખરીદ્યા હતા.

જુનેદને ચાર સીમકાર્ડના રૂ.3000 આપ્યા હતા

સલમાને ગર્લફ્રેન્ડ સાથે વાત કરવા એક્ટીવ ડમી સીમકાર્ડની માંગણી કરી જુનેદને ચાર સીમકાર્ડના રૂ.3000 આપ્યા હતા. સુરત ક્રાઇમ બ્રાન્ચે પાંચ માસ અગાઉ ડુમસ વિસ્તારમાંથી રૂ.1 કરોડથી વધુના એમ.ડી.ડ્રગ્સ સાથે ઝડપેલા અડાજણના સલમાને ડ્રગ્સની હેરાફેરી, ખરીદ-વેચાણ માટે ચાર ડમી સીમકાર્ડ પિતરાઈ ભાઈ જુનેદ પાસેથી લીધા હતા. આ મામલે જુનેદને પણ પોલીસે આરોપી બનાવ્યો હતો અને તેની વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી હતી.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *