image : Freepik

Jamnagar News : જામનગર જિલ્લાના જોડિયા પંથકમાં આવેલી બાલાચાડી સૈનિક સ્કૂલમાં રહીને અભ્યાસ કરતા 12 વર્ષે બે બાળ વિદ્યાર્થીઓ સાથે શારીરિક અડપલા થયાનો મામલો સામે આવ્યો છે, અને સૈનિક સ્કૂલના બેન્ડ માસ્ટર ની લંપટલીલા પોલીસ મથક સુધી પહોંચતાં ભારે ચકચાર જાગી છે. પોલીસે લંપટ બેન્ડ માસ્ટર સામે બાળકોની જાતીય સતામણી સહિતની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.

 આ બનાવની વિગત એવી છે કે જામનગરના જોડીયા પંથકમાં બાલાચડી નજીક આવેલી સૈનિક સ્કૂલ કે જેમાં 12 વર્ષની ઉંમરના બે બાળ વિદ્યાર્થીઓ ત્યાં જ રહીને અભ્યાસ કરે છે, તેની સાથે સૈનિક સ્કૂલના બેન્ડ માસ્ટર મૂળ રાજસ્થાનના જોધપુરના વતની પવન કુમાર જગદીશ કુમાર ડાંગીએ અજુગતું વર્તન કર્યું હોવાનો મામલો સૈનિક સ્કૂલના પ્રિન્સિપાલ સુધી પહોંચ્યો હતો. 

લંપટ બેડ માસ્ટરે બંને બાળ વિદ્યાર્થીઓ સાથે ગત 7.5.2024 થી 12.5.2024 સુધીના સમયગાળા દરમિયાન શારીરિક અડપલા કર્યા હોવાની અને બાળકોની જાતીય સતામણી કરી હોવાની ફરિયાદ સ્કૂલના આચાર્યને મળી હતી.

 જેથી સૈનિક સ્કૂલના આચાર્ય નીતિનભાઈ મહેતા દ્વારા સમગ્ર મામલાને જોડિયા પોલીસમાં મથકમાં લઈ જવાયો હતો, અને લંપટ બેન્ડ માસ્ટર પવન કુમાર જગદીશ કુમાર ડાંગી સામે ફરિયાદ નોંધાવતાં જોડિયા પોલીસે આઇપીસી કલમ 504, 506-2 તથા જાતીય ગુનાઓ સામે બાળકોને રક્ષણ આપતો અધિનિયમ 2012 ની કલમ-8 મુજબ ગુનો નોંધ્યો છે. આ બનાવને લઈને સ્કૂલ વર્તુળમાં અને તેમાં રહીને અભ્યાસ કરતા વિદ્યાર્થીના વાલીઓમાં ભારે ચકચાર જાગી છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *