અમદાવાદ,સોમવાર
પૂર્વ વિસ્તારમાં અસામાજિક તત્વો બેફામ બની રહ્યા છે અને નિર્દોષ લોકો સાથે તકરાર કરીને ઘાતક હુમલા કરી રહ્યા છે. નરોડામાં ગઇકાલે સાંજે એક કિશોર પાન પાર્લર ઉપર હાજર હતો ત્યારે પડોશમાં રહેતા બે શખ્સોએ તેની પાસે રૃપિયાની માંગણી કરી હતી કિશોરે તેની પાસે રૃપિયા નથી તેમ કહેતા કિશોરને માર માર્યા બાદ વચ્ચે પડનારા તેના બનેવી અને પિતા સહિત પાંચ લોકોને માર મારીને ધમકી આપી હતી. આ બનાવ અંગે નરોડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
કિશોરે મારી પાસે પૈસા નથી જે ખાવું હોય તે ખાવડાવી દઉ કહેતા પડોશી શખ્સોએ પિતા-પુત્ર,જમાઇ સહિતના લોકોને માર મારી ધમકી આપી
નરોડા બેઠક પાસે રહેતા આધેડે નરોડા પોલીસ સ્ટેશનમાં તેમની ચાલીમાં રહેતા બે યુવકો સામે ફરિયાદ નોંધાવી છે કે ગઇકાલે રાતે તેમનો દિકરો ચાલી નજીક પાન પાર્લર ઉપર ગયો હતો જ્યાં આરોપીએ તેને રોકીને તેની પાસે પૈસાની માંગણી કરી હતી. જેથી કિશોરે તેની પાસે પૈસા નહી તમારે કંઇ ખાવું હોય તો ખવડાવી દઉ તેમ કહેતા બન્ને શખ્સોએ તેના ઉપર હુમલો કરીને લાફા માર્યા હતા આ સમયે ફરિયાદીના જમાઇ ત્યાંથી નીકળ્યા હતા અને તેઓ વચ્ચે પડતાં તેમના ઉપર પણ હુમલો કર્યો હતો.
ઘરે આવીને પુત્રએ વાત કરતાં ફરિયાદી પિતા આરોપીઓ પાસે જઇને ઠપકો આપવા ગયા હતા અને તેમે લોકો મારા દિકરા અને જમાઇને કેમ માર્યા તેમ કહેતા તેમની સાથે તકરાર કરીને ગાળો બોલીને તેમના ઉપર પણ હુમલો કર્યો હતો મારા મારીમાં ફરિયાદીના કપડાં પણ ફાટી ગયા હતા આ સયયે ત્યાં હાજર મહીલાને પણ લાફા માર્યા હતા. એટલું જ નહી જતા જતા ધમકી આપી કે ફરીથી અમારી સાથે તકરાર કરશો તો બધાને જાનથી મારી નાંખીશું, આ ઘટના અંગે નરોડા પોલીસે બે શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.