– લોકસભા ચૂંટણી વચ્ચે શેરબજારમાં કડાકો

– ‘લોકસભા ચૂંટણી સાથે વોલેટીલિટીને સાંકળનારાને ચેતવતા ગૃહ પ્રધાન : સામાન્ય રીતે સ્થિર સરકાર રચાતાં તેજી આવતી  હોય છે’

નવી દિલ્હી : શેર બજારમાં તાજેતરના દિવસોની વોલેટીલિટીને ૨૦૨૪ની લોકસભા ચૂંટણીઓ સાથે સાંકળવા સામે ચેતવતાં કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહે જણાવ્યું હતું, કે, ૪, જૂનના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિજય બાદ શેર બજારોમાં તેજી જોવાશે. જેથી આ પહેલા ખરીદી કરવી હોય તો કરી લેવા તેમણે રોકાણકારોને જણાવ્યું હતું.

૪ જૂનના લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થનાર  હોઈ તેમણે આગામી સમયગાળામાં સ્થાનિક શેર બજારોમાં તેજીની આગાહી કરી હતી. આ વિશે તેમણે વધુ કહ્યું હતું કે, હું શેર બજારમાં વધઘટનું અનુમાન મૂકી ન શકું, પરંતુ સામાન્ય રીતે જ્યારે કેન્દ્રમાં સ્થિર સરકારની રચના થાય ત્યારે બજારમાં તેજી આવતી હોય છે. ભારતીય જનતા પક્ષ (બીજેપી)ને ૪૦૦થી વધુ સીટ પર વિજય મળવાની અને સ્થિર મોદી સરકાર આવી રહ્યાનું અને એટલે જ બજારમાં તેજી આવવાનું તેમનું અનુમાન હોવાનું તેમણે એનડીટીવીને મુલાકાતમાં કહ્યું હતું.

અમિત શાહનું નિવેદન એવા સમયે આવ્યું છે કે, જ્યારે લોકસભા ચૂંટણીના આજે ચોથા તબક્કાનું મતદાન યોજાવાની સાથે સાથે છેલ્લા સાત ટ્રેડીંગ સત્રમાંથી છ ટ્રેડીંગ સત્રમાં બજારમાં નિફટી અને સેન્સેક્સ બેઝડ ઘટાડો નોંધાયો છે.  ચૂંટણીના પરિણામો મામલે અનિશ્ચિતતાની સ્થિતિ પ્રવર્તિ રહી હોવા છતાં અમિત શાહ તેમના આ ચૂંટણી અંદાજો સાથે તેજીનું અનુમાન બતાવ્યું છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *