Image: X

TMKOC : લોકપ્રિય સિટકોમ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનું દયાબેનનું સૌથી પ્રિય પાત્ર છે. પરંતુ આ પાત્ર છેલ્લા ઘણા સમયથી શોમાંથી ગાયબ છે. વાસ્તવમાં દિશા વાકાણી શોમાં દયાબેનનું પાત્ર ભજવી રહી હતી. પરંતુ તે પછી તે વચ્ચે મેટરનિટી લીવ પર ગઈ અને ક્યારેય શોમાં પાછી ફરી નહીં. દિશાએ શો છોડી દીધો છે અને તેના બાળકોના ઉછેર પર ધ્યાન આપી રહી છે.

શોમાં દયાબેનની વાપસીની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ શોને લઇને ફેન્સ પણ માને છે કે, દયાબેનને રિપ્લેસ કોઇ ન કરી શકે, તેથી લોકોનો મોટો પ્રશ્ન એજ છે કે દયાબેન આ શો માં ક્યારે પાચા ફરશે?  આ સવાલનો લાગે છે જલ્દી જ જવાબ મળી જવાનો છે.  

તારક મહેતામાં મિસિસ સોઢીની ભૂમિકા ભજવનાર અભિનેત્રી જેનિફર મિસ્ત્રીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં અભિનેત્રી દયાબેન સાથે જોડાયેલ એક રહસ્ય જણાવતી જોવા મળી રહી છે. અભિનેત્રીએ જણાવ્યું કે, મેકર્સ આ રોલ માટે એક છોકરીનું 3 વર્ષથી ઓડિશન લઇ રહ્યાં છે. 

28 વર્ષની છોકરીનું ઓડિશન

I know it’s far beyond saving….but le ayo yar
byu/i-hades inTMKOC

વાયરલ વીડિયોમાં જેનિફરે કહ્યું કે, તે 3 વર્ષથી એક છોકરીનું ઓડિશન લઇ રહ્યાં છે. તેને દિલ્હીથી બોલાવે છે. એક વાત છે કે છોકરી બહુ નાની છે. તેણી 28-29 વર્ષની છે. એજ ગેપ જોવા મળશે, તેથી જ આ શક્ય નથી. પરંતુ તે 100 ટકા દયા છે. અમે તેની સાથે મોક ટેસ્ટ પણ શૂટ કર્યો હતો. દિલીપ જી, ટપુ સેના બધાના અલગ-અલગ મોક શૂટ હતા. તે છોકરીનો ચહેરો જુદો છે, પરંતુ તૈયારી હશે અને જો તમે તમારી આંખો બંધ કરશો, તો તમે ફરક નહીં કહી શકો. 

મહત્વનું છેકે, શોના મેકર અસિત મોદીએ કહ્યું હતું કે, તેઓ નવી દયા ભાભીની શોધમાં છે. તે જલ્દી જ દયાબેનના રોલ માટે કોઈને કાસ્ટ કરશે અને બને એટલી જલ્દી દયાબેનને શોમાં એન્ટ્રી કરશે. શો મા ઘણીવાર આ પ્લોટ બતાવવામાં આવ્યો છે કે, દયાબેન પરત ફરી રહ્યા છે. દયા તેના માતા-પિતાના ઘરેથી ગોકુલધામ સોસાયટીમાં પરત ફરી રહી છે, પરંતુ દયાએ હજુ સુધી શોમાં પ્રવેશ કર્યો નથી. શોમાં દયાબેન તરીકે કઈ અભિનેત્રી આવે છે તે જોવું રસપ્રદ રહેશે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *