– આ બાળકીએ મને માતા બનાવી તેવું કેપ્શન

– જો જોનાસ અને સોફીની પુત્રી હોવાની અટકળો કેટલાકે સોશિયલ મીડિયા ટીમનો વાંક કાઢ્યો

મુંબઇ : પ્રિયંકા ચોપરાએ મધર્સ ડેના દિવસે તેની દીકરી માલતીને બદલે અન્ય બાળકીની તસવીર પોસ્ટ કરી આ બાળકીએ મને માતા બનાવી તે  મતલબની પોસ્ટ કરી દેતાં ચાહકો આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા હતા. જોકે, થોડી મિનીટોમાં જ પ્રિયંકાએ આ પોસ્ટ ડિલીટ કરી દીધી હતી. 

 ચાહકોએ આ બાળકી કોણ હોઈ શકે તે અંગે અનેક અટકળો વ્યક્ત કરી હતી. કેટલાકેના મતે આ બાળકી કદાચ જો જોનાસ અને સોફી ટર્નરની દીકરી હોઈ શકે છે. પ્રિયંકાએ ભૂલથી માલતીને બદલે ભત્રીજીની તસવીર પોસ્ટ કરી દીધી છે.  જોકે, કેટલાક યૂઝર્સના મતે પ્રિયંકા જેવી સ્ટાર પોતે સોશિયલ મીડિયા પોસ્ટ કરતી હોય તેવું ન બને આથી આ ભૂલ પ્રિયંકા નહીં પરંતુ તેની સોશિયલ મીડિયા ટીમ દ્વારા થઈ હોવાનું અનુમાન વ્યક્ત કર્યુ ંહતું. 

પ્રિયંકાએ ખુદ આ અંગે કોઈ સ્પષ્ટતા જાહેર કરી ન હતી. તેણે થોડી મિનીટો માટે જ આ તસવીર એકથી વધુ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરી હતી. પરંતુ, તેને છબરડાનો ખ્યાલ આવી જતાં થોડી મિનીટોમાં ડિલીટ કરી દીધી હતી. પરંતુ, તે પહેલાં તો કેટલાય ચાહકોએ તેનો સ્ક્રીન શોટ લઈ લીધો હતો જે બાદમાં ઈન્ટરનેટ પર વાયરલ થયો હતો. 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *