– મેડીકોલીગલ વર્ક
પોસ્ટમોર્ટમ કાર્યની ગુણવત્તા તેમજ ફોરેન્સિકમાં આત્મવિશ્વાસ વધે તે માટે સેમિનાર
યોજાયો
સુરત :
લોકોમાં
ફોરેન્સિક અંગે જાગૃતિ આવે તે માટે આ વર્ષે સત્યને બહાર લાવી લોકોને જાગૃત કરવાના સૂત્રથી ૧૨મી મેના રોજ નેશનલ
ફોરેન્સિક મેડિસિન ડે ઉજવણી કરવામાં આવી હતી.
જેમાં નવી સિવિલ ખાતે ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં સેમિનારનું આયોજન કરવામાં
આવ્યું હતુ.
નવી
સિવિલ હોસ્પિટલ અને સ્મીમેર હોસ્પિટલના ફોરેન્સિક મેડિસિન વિભાગ દ્વારા મેડીકોલીગલ વર્ક પોસ્ટમોર્ટમ કાર્યની ગુણવત્તા
તેમજ ભારતમાં તબીબી શિક્ષણની ગુણવત્તા સુધારવામાં મદદ કરે તથા ફોરેન્સિકમાં
આત્મવિશ્વાસ વધે તે માટે સેમિનારનું આયોજન કરાયું હતુ. જેમાં આઈપીસી અને સીઆરપી
કલમ ફેરફાર અંગે અંગેની જાણકારી મળે,
દર્દીને સારવાર માટે સંમતિ, તબીબીના
બેદરકારીના કિસ્સામાં કાળજી કઈ રીતે રાખવી, દર્દી અને
દર્દીના સંબંધી જોડે વાણી-વ્યવહાર કેવો રાખવો, ડૉક્ટર અને
દર્દીના સંબંધીઓ વચ્ચે અમુક વખત અણસમજને લીધે ઘર્ષણ થાય તે દૂર કરવા, મેડિકોલિકલ કેસમાં મંજુરી લેતી વખતે શું ધ્યાન રાખવું, આલ્કોહોલિક, મારામારીના કેસમાં, જાતીય સંબંધિત ગુના, પોક્સો કેસમાં તપાસ, નેગલીજન્સના કેસમાં શું ધ્યાન રાખવું અને તેને સંબંધિત કાયદાની જાણકારી
જેવા ગહન વિષયો સહિતના મુદ્દે રાજકોટના ડૉ.પંકજ પ્રજાપતિ, અમદાવાદના
ડૉ.મોહમ્મદ જીયાઉદ્દીન સૈયદ, અમદાવાદના ડૉ.ચેતન જાની અને
કરમસદના ડૉ.સ્વપ્નિલ અગ્રવાલે માર્ગદર્શન આપ્યું હતુ. આ કાર્યક્રમમાં નવી સિવિલ
ફોરેન્સિક વિભાગના વડા ડૉ.ચંદ્રેશ ટેલર અને સ્મીમેર ફોરેન્સિક વિભાગના વડા
ડૉ.ઇલ્યાસ શેખ ઉપરાંત બંને હોસ્પિટલના મેડિકલ ઓફિસર, ફોરેન્સિક
વિભાગના ડોક્ટરો અને રેસિડેન્ટ ડોક્ટરો સાથે દક્ષિણ ગુજરાતના પ્રાથમિક આરોગ્ય
કેન્દ્રો, સામૂહિક આરોગ્ય કેન્દ્રો, મેડિકલ
ઓફિસર, તબીબી અધિકારીઓ મળી ૭૦થી વધુ ડૉક્ટરોને માર્ગદર્શન
આપવામાં આવ્યું હતુ.