– ડોકટરની બેદરકારીથી 38 વર્ષીય અંજનાબેન પટેલનું મોત થયાનો
આક્ષેપ, યોગ્ય
સારવાર આપ્યાનો ડોકટરનો દાવો : ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાયું
સુરત :
સુરતમાં
અલથાણ વિસ્તારમાં રહેતા શિક્ષિકાને આજે સોમવારે સવારે ભટારની પ્રાઇવેટ હોસ્પિટલમાં
ગર્ભાશયના ઓપરેશન કર્યા બાદ મોત નીંપજયુ હતું. જોકે ત્યાંની હોસ્પિટલના ડોકટરની બેદકારીના લીધે તેનું
મોત થયુ હોવાના આક્ષેપ સાથે હોબાળો થયો હતો.
નવી
સિવિલથી મળેલી વિગત મુજબ મુળ મહેસાણામાં
વિસનગરના વતની અને હાલમાં અલથાણમાં ભીમરાડ કેનાલ રોડ પર મારવેલા રેસીડન્સીમાં
રહેતા ૩૮ વર્ષીય અંજનાબેન જીતેન્દ્ર પટેલ આજે સોમવારે વહેલી સવારે ગર્ભાશયના
આપેરેશન કરવાવા માટે ભટાર રોડની અમૃતા હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. બાદમાં તેમનું
ડોકટર દ્રારા ઓપરેશન કર્યા બાદ તેમનું મોત થયુ હતુ. બાદમાં પરિચિત વ્યકિતઓ હોબાળો
કર્યો હતો. જયારે તેમના સંબંધીએ કહ્યુ કે,
ભટારની અમૃતા હોસ્પિટલના ડોકટરની બેદકારી અને યોગ્ય સારવાર નહી આપતા
અંજનાબેન મોતને ભેટયા હોવાના આક્ષેપ કર્યા હતા.
જેથી
ખટોદરા પોલીસ મથકના અધિકારી તથા પોલીસજવાનો સિવિલ ખાતે આવ્યા હતા અને તેમના મોતના
આક્ષેપના લીધે તેમનું ફોરેન્સીક પોસ્ટમોર્ટમ કરાવવા માટે કર્યવાહી કરી છે. જયારે
અમૃતા હોસ્પિટલના ડો. મનિષએ જણાવ્યુ કે,
તેમનું ઓપરેશન કર્યાના એક કલાક પછી અચાનક મોત થયુ હતુ. જોકે તેમને
એટેક આવ્યો હોવાની સકયતા છે. જોકે ડોકટરની કોઇ ભુલ નથી, ડોકટરે
યોગ્ય સારવાર આપી હતી. તેમના મોતનું સાચુ કારણ જાણવા માટે પોસ્ટમોર્ટમ કરાવવા માટે
અમે કહ્યુ હતું. જયારે અંજનાબેન પાલનપુર પાટીયાના શાળામાં શિક્ષિકા હતા. તેમના પતિ
પણ પરવત પાટીયા રોડની શાળામાં શિક્ષક છે. તેમને એક સંતાન છે. આ અંગે ખટોદરા પોલીસે
વધુ કાર્યવાહી હાથ ધરી છે.