– સુરતમાં
આપઘાતના ત્રણ બનાવ
– મોટા
વરાછામાં યોગ્ય કામ નહી કરતા ઠપકો આપતા યુવાન અને સલાબતપુરામાં પત્ની સાથે રકઝક
બાદ પતિએ આત્મહત્યા કરી
(પ્રતિનિધિ દ્વારા) સુરત સોમવાર
સુરતમાં
આપધાતના ત્રણ બનાવમાં મધર્સ ડેના રોજ માતા મોતના વિરહમા ઝુરતો હોવાથી પીપલોદના યુવાન
તથા મોટા વરાછામાં યોગ્ય કામ નહી કરતા ઠપકો આપતા યુવાન અને સલાબતપુરામાં પત્ની સાથે
રકઝક બાદ પતિએ આત્મહત્યા કરી મોતને વ્હાલુ કર્યુ હતું.
નવી
સિવિલથી મળેલી વિગત મુજબ પીપલોદમાં
ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતો ૩૩ વર્ષીય મોહિતકુમાર અશોકભાઇ સાધવાની રવિવારે
રાત્રી દરમિયાન ઘરમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું
હતું. પોલીસે કહ્યુ કે, મોહિતકુમારની માતાનું ૫થી૬ માસ પહેલા અવસાન થયુ હતુ. ત્યાથી માતાની
વિરહમાં સતત ઝુરતો હતો. જોકે ગત રોજ મધર્સ ડેના રોજ માતાની સતત યાદ આવતા તેણે આ
પગલુ ભર્યુ હતુ. તે યશ બેન્કમાં નોકરી કરતો હતો. તે કુંવારો હતો. આ અંગે ઉમરા
પોલીસે તપાસ હાથ ધરી છે.
બીજા
બનાવમાં મોટા વરાછામાં સુમેરૃ સ્કાઇ પાસે સીલ્વાસા ટ્વ્વીન ટાવરમાં રહેતો ૧૮ વર્ષી
હેન્સ સતીષ ધામેલીયા રવિવારે બપોરે તેના મિત્ર સાથે મોટા વરાછામાં રીવર કેન્ટ પાસે
ગયો હતો. બાદમાં તે મિત્રથી થોડે દુર થઇને ઝેરી દવી પી ગયો હતો. જેથી તેને સારવાર
માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. ટુંકી સારવાર દરમિયાન તે મોતને ભેટયો હતો.
પોલીસે જણાવ્યુકે, હેન્સ યોગ્ય કામ કરતો નહી અને તે અભ્યાસ પણ બરાબર કરતો નહી તેના પરિવારના
સભ્યોએ તેને ઠપકો આપ્યો હતો. જેથી તેને માંઠુ લાગતા આ પગલુ ભર્યુ હતું. તેના પિતા
હીરાના કામ સાથે સંકળાયેલા છે. આ અંગે ઉત્રાણ પોલીસે તપાસ શરૃ કરી છે.
ત્રીજા
બનાવમાં સલાબતપુરામાં સીધીશેરીમાં રહેતો ૩૯ વર્ષીય કેતન જશવંતલાલ કાપડીયા ગત સાંજે
ઘરમાં પંખાના હુક સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાધો હતો. જોકે તેના પરિવારના
સભ્યોની નજર પડતા તેને નીચે ઉતારીને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા.
જયાં ફરજ પરના ડોકટરે તેને મૃત જાહેર કર્યો હતો. પોલીસે કહ્યુ કે, કેતનનો પત્ની સાથે કોઇ
કારણસર ઝધડો થયા બાદ તેણે ટેન્શનમાં આવી આ પગલુ ભર્યુ હોવાની સકયતા છે. તે ઓઇલનો
ધંધો કરતો હતો. તેને એક સંતાન છે. આ અંગે સલાબતપુરા પોલીસે તપાસ આદરી છે.