સુરત
આરોપી પતિએ સજામાં પ્રોબેશનનો લાભ મેળવવા સગીર પુત્રના
ભવિષ્યને આગળ ધરતાં કોર્ટે આરોપીના કૃત્યને હેવાનિયત ભર્યું ગણાવીને માંગ નકારી
આઠેક
વર્ષ પહેલાં કાપોદરા વિસ્તારમાં પ્રેમલગ્ન કર્યા બાદ એક પુત્રની માતા એવી પ્રેમિકા
કમ પત્નીને ગળે ફાંસો આપી હત્યા કરનાર આરોપી પતિને આજે એડીશ્નલ સેશન્સ જજ
એમ.એફ.ખત્રીએ દોષી ઠેરવીને જીવનના છેલ્લાં શ્વાસ સુધીની આજીવન કેદની સખ્તકેદની સજા,રૃ.2.50 લાખ દંડ ન ભરે તો વધુ છ માસની કેદની સજા ફટકારી છે.
મૂળ
મધ્યપ્રદેશના ખરગોન જિલ્લાના વતની 27વર્ષીય આરોપી યશવંત ઉર્ફે અશ્વિન છીતુભાઈ રનછોરે(રે.રામકૃષ્ણ કોલાની શેરી
નં.1 કાપોદરા) વિરુધ્ધ ફરિયાદી મકાન માલિક ભુપત સાજન ભરવાડે
આઠેક વર્ષ પહેલાં આરોપીની પત્ની જ્યોતિબેનની ગળે ફાંસો આપી હત્યા કરવા બદલ કાપોદરા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.જે મુજબ
પશુપાલનના ધંધા સાથે સંકળાયેલા ફરિયાદીના મિલકતના ભાડાની રૃમમાં આરોપી યશવંત ઉર્ફે
અશ્વિન રનછોરે એ પ્રેમલગ્ન કરીને ભગાડી લાવેલ યુવતિ જ્યોતિ તથા તેના નવ વર્ષના
બાળક સાથે રહેતા હતા.બનાવના દિવસે તા.25-7-2016ના રોજ ફરિયાદીના
ભાડુત રેખાબેને જણાવ્યું હતું કે તેની પાડોશના રૃમમાં રહેતા જ્યોતિબેન નીચે પડેલા
છે તથા તેને દવાખાને લઈ જવાનું કહેતા આરોપી પતિ યશવંત નાસી ગયો હતો.જેથી
જ્યોતિબેનનું મૃત્યુ શંકાસ્પદ હોઈ પોસ્ટમોર્ટમ કરવામાં આવતાં ગળે ટુંપો આપીને
હત્યા કરી હોવાનું બહાર આવ્યું હતુ.
જેથી
બનાવના દિવસે સાંજે પતિ-પત્ની એક છત નીચે રહેતા હોઈ પતિ યશવંતે હત્યા કરી હોઈ
કાપોદરા પોલીસે હત્યા કેસમાં આરોપીની ધરપકડ કરી જેલભેગો કર્યો હતો.આજરોજ આ કેસની
અંતિમ સુનાવણી હાથ ધરવામાં આવી હતી.જેથી સરકારપક્ષે એપીપી દિગંત તેવારે નજરે જોનાર
સાક્ષીના અભાવે માત્ર સાંયોગિક પુરાવા આધારિત કેસને 24 સાક્ષી તથા 20 દસ્તાવેજી પુરાવા રજુ કર્યા હતા.
જેથી કોર્ટે આરોપી પતિને દોષી ઠેરવતાં બચાવપક્ષે આરોપીને સગીર પુત્રના
ભવિષ્યને ધ્યાને લઈ સજામાં પ્રોબેશનનો લાભ આપવા માંગ કરી હતી.જેને કોર્ટે નકારી
કાઢતા જણાવ્યું હતું કે આરોપીનું વર્તન હેવાનિયત ભર્યું હોઈ કેસના સંજોગો અને
કાયદાની જોગવાઈ જોતા પ્રોબેશનનો લાભ આપી શકાય નહીં.કોર્ટે આરોપીને આજીવન કેદની
સખ્તકેદની સજા તથા 2.50 લાખનો દંડ ફટકારતા હુકમમાં જણાવ્યું
હતું કે મોટાભાગના પ્રેમલગ્નનના કિસ્સામાં યુવતિના પિયર પક્ષના લોકો તેની સાથે સંબંધ રાખતા નથી.પણ
આ કિસ્સામાં મરનારના માતાપિતાએ મનદુઃખ ભુલીને પોતાની પત્રીની લાશને ઓળખીને અંતિમ
સંસ્કાર માટે તેનો કબજો પણ માંગ્યો હતો.આરોપી આ બનાવ બાદ સિનેમા જોવા જતો રહ્યો
છે.તેને પ્રેમલગ્ન કર્યા બાદ મરનારની કાળજી અને રક્ષા કરવાન ેબદલે મારકુટ કરીને
ગળેફાંસો આપી મોત નિપજાવી ભાગી ગયો છે.જે વર્તણુંકને કોર્ટે માનવીને શોભે તેવી નથી
પરંતુ પશુના વર્તન જેવી ગણાવી છે.