સુરત
હેન્ડ
ગ્લોઝના ઉધાર ખરીદીના પેમેન્ટ પેેટે ચેક આપ્યો હતો ઃ રૃા.5.50 લાખ 60 દિવસમાં ફરિયીદને ચૂકવી આપવા નિર્દેશ
સર્જીકલ
હેન્ડગ્લોઝની ઉધાર ખરીદીના પેમેન્ટ પેટે આપેલા 4.99 લાખના ચેક રીટર્ન કેસમાં
સંડોવાયેલા આરોપીને એડીશ્નલ ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ હરેશકુમાર વી.જોટાણીયા એ દોષી
ઠેરવી એક વર્ષની કેદ,ફરિયાદીને રૃ.5.50
લાખ 60દિવસમાં વળતર પેટે ન ચુકવે તો વધુ બે માસની કેદની સજા ભોગવવા
હુકમ કર્યો છે.
ક્રિયાંશ
હેલ્થ કેરના ફરિયાદી સંચાલક કિશનકુમાર
કરમશી ગોયાણી(રે.શ્યામ વીલા રો હાઉસ,
સરથાણા જકાતનાકા)એ સર્જીકલ ચીજવસ્તુના વેચાણ કરતાં આરોપી નરેશભાઈ
છગનભાઈ ડાભી(રે.અંજની સોસાયટી,પુણા ગામ)ને માર્ચ-2021માં કુલ રૃ.4.99 લાખની કિંમતના સર્જીકલ હેન્ડ
ગ્લોઝનું ઉધાર વેચાણ કર્યું હતુ.જેના પેમેન્ટ પેટે આરોપીએ સપ્ટેમ્બર-2022ના રોજ આપેલા લેણી રકમના ચેક રીટર્ન થતા કોર્ટમાં ફરિયાદ નોંધાવાિ હતી.
કેસની અંતિમ સુનાવણી બાદ કોર્ટે આરોપી
નરેશ ડાભીને દોષી ઠેરવ્યો હતો.જેથી કોર્ટે ચેક ભયથી,લાલચથી
કે ચોરીથી મેળવ્યા હોવાનું પુરવાર ન થતું હોય ત્યારે ચેક કાયદેસરના લેણાં પેટે
હોવાનું માનવાનું રહે છે તેવું સુપ્રિમ કોર્ટના ચુકાદામાં પ્રસ્થાપિત કર્યું છે.
ફરિયાદપક્ષના અનુમાનનું સંભવિત બચાવથી ખંડન કરવામાં બચાવપક્ષ નિષ્ફળ રહ્યો છે.