Image Source: Twitter
Ravindra Jadeja’s Controversial Wicket: ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની મેચમાં ચેન્નાઈને જીત મળી હતી. જો કે આ જીત સાથે એક વિવાદ ઊભો થયો છે. રવીન્દ્ર જાડેજાની વિકેટ પર વિવાદ જોવા મળી રહ્યો છે. હવે ચેન્નાઈ સુપર કિંગ્સના બેટિંગ કોચ માઈકલ હસ્સીએ ગઈકાલે રવિન્દ્ર જાડેજાની વિકેટ પડ્યા બાદ ઊભા થયેલા વિવાદ અંગે કહ્યું કે, આ નિર્ણય કોઈ પણ તરફ જઈ શકતો હતો. જાડેજા IPLના ઇતિહાસમાં ત્રીજો એવો ખેલાડી બની ગયો છે જેને Obstructing the fieldના નિયમ હેઠળ આઉટ આપવામાં આવ્યો હોય. રવીન્દ્ર જાડેજા CSKના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ સાથે રન લેતી વખતે ઊભી થયેલી ગેરસમજના કારણે આ રીતે આઉટ થયો હતો. જાડેજા બીજો રન લેવા માંગતો હતો પરંતુ ગાયકવાડે તેને અડધેથી પરત મોકલ્યો. આ દરમિયાન વિકેટ કીપર સંજુ સેમસન દ્વારા સ્ટમ્પ તરફ ફેંકવામાં આવેલા થ્રોની વચ્ચે જાડેજા આવી જતા તેને આઉટ આપવામાં આવ્યો હતો.
આ એક યોગ્ય નિર્ણય હતો
હસીએ કહ્યું કે, મેં તેને ધ્યાનથી નથી જોયું. જાડેજા પરત ફર્યો એટલે તેણે પોતાની દિશા બદલી પરંતુ દોડતી વખતે તેણે પોતાની દિશા નહોતી બદલી. હું આ ઘટનાના બંને પાસા જોઈ શકું છું. હું અમ્પાયર દ્વારા લેવામાં આવેલા નિર્ણયને સમજી શકું છું. નિયમો કહે છે કે તમે તમારી લાઈન નથી બદલી શકતા તેથી કદાચ આ એક યોગ્ય નિર્ણય હતો.
CSK અને RR વચ્ચેની મેચ લો સ્કોરિંગ મેચ હતી
CSK અને RR વચ્ચેની મેચ લો સ્કોરિંગ મેચ હતી. આ મેચમાં CSKએ પ્લેઓફની આશા જીવંત રાખવા માટે પાંચ વિકેટથી જીત મેળવી હતી. હસીએ પીચ પર સંતુષ્ટિ વ્યક્ત કરી કારણ કે તેણે બંને ટીમ વચ્ચે સમાન મુકાબલો થવા દીધો. તેમણે કહ્યું કે, ટૂર્નામેન્ટના અંતમાં પિચ થોડી ધીમી થઈ જાય છે. પણ મને આજની ગેમ ખૂબ પસંદ આવી.
જ્યારે જાડેજાના આઉટ થવા પર આરઆરના ક્રિકેટ ડિરેક્ટર કુમાર સંગાકારાને પૂછવામાં આવતા તેણે કહ્યું કે તે કાયદા પ્રમાણે જ કામ કરે છે. તેણે કહ્યું કે, નિયમ કહે છે કે જો બેટ્સમેન પોતાની દિશા બદલીને થ્રોના માર્ગમાં આવે તો તેને અવરોધ માનવામાં આવે છે. આ જ કારણોસર થોડા વર્ષો પહેલા નિયમ બદલવામાં આવ્યો હતો. તેણે સ્પષ્ટ કર્યું કે, જો તમે વચ્ચે દોડી રહ્યા છો અને જો બોલ તમારા શરીર પર અથડાશે તો તેને આઉટ માનવામાં આવશે. જો જાડેજા સીધો એ તરફ દોડ્યો હોત જ્યાં તે અટક્યો હતો તો બિલ્કુલ સમસ્યા ન હોત.