સુરેન્દ્રનગર : ચોટીલા પોલીસ ટીમે હાઈવે પર વાહનચેકીંગ અને પેટ્રોલીંગ હાથધર્યું હતું. જે દરમ્યાન હાઈવે પર આવેલ એક હોટલ સામે કાચા રસ્તા પરથી શંકાસ્પદ હાલતમાં કાર જણાઈ આવતાં તેની તલાસી લેતા કારમાંથી ઈંગ્લીશ દારૂ અને બીયરના ટીન સહિતનો મુદ્દામાલ ઝડપી લીધો હતો જ્યારે કારચાલક હાજર મળી આવ્યો નહોતો.

 ચોટીલા પોલીસ ટીમે હાઈવે પર પેટ્રોલીંગ હાથધર્યું હતું જે દરમ્યાન ટીમના ધનરાજસિંહ વાઘેલા સહિતનાઓને મળેલ બાતમીના આધારે હાઈવે પર આવેલ એક હોટલ સામે કાચા રસ્તા પર પડેલ કારની તલાસી લેતા તેમાંથી ઈંગ્લીશ દારૂની નાની બોટલો નંગ-૩૦૭૧ કિંમત રૂા.૩.૦૭ લાખ તેમજ બિયરના ટીન નંગ-૧૨૦ કિંમત રૂા.૧૨,૦૦૦ અને કાર કિંમત રૂા.૧૦ લાખ મળી કુલ ૧૩.૧૯ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જ્યારે કારચાલક હાજર મળી ન આવતાં ચોટીલા પોલીસ મથકે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *