India-Maldives Relation: ભારત સરકારે માલદીવને મોટી રાહત આપતા 15 કરોડ ડૉલરની લોન ચૂકવવાની સમય મર્યાદા વધારી દીધી. ભારતનો પ્રવાસ કરીને પરત ફરેલા માલદીવના વિદેશ મંત્રી મૂસા જમીરે જણાવ્યું કે, ‘માલદીવમાં ભારતના સમર્થનથી ચાલી રહેલી પરિયોજનાઓમાં પણ મહત્વપૂર્ણ તેજી આવી છે, કારણ કે તેમણે આ પરિયોજનાઓને ફરીથી શરૂ કરવા અને પૂર્ણ કરવાને પ્રાથમિકતા આપવા માટે સરકારે પ્રતિબદ્ધતા દર્શાવી છે.’

ન્યૂઝ એજન્સી પીટીઆઈના રિપોર્ટ અનુસાર, માલદીવના વિદેશ મંત્રી મૂસા જમીર 8-10 મેના રોજ ભારત પ્રવાસ કરીને માલદીવ પહોંચ્યા. ત્યાં વિદેશ મંત્રી મૂસા જમીરે કહ્યું કે, ‘તેઓ અને તેમના ભારતીય સમક્ષક એસ.જયશંકર 9 મેના રોજ ભારતની નાણાકીય સહાયથી શરૂ કરાયેલી પરિયોજનાઓમાં તેજી લાવવાના ઉદ્દેશ્યથી મહત્વપૂર્ણ મામલાઓમાં વાતચીત કરવા માટે દ્વિપક્ષીય ચર્ચામાં સામેલ થયા.’

ભારતે દેવું ચુકવવાની સમય મર્યાદા વધારી

આ દરમિયાન માલદીવના વિદેશ મંત્રી મૂસા જમીરે માહિતી આપતા જણાવ્યું કે, ‘ભારત સરકારે માલદીવને 20 કરોડ ડૉલરના દેવામાંથી 15 કરોડ ડોલરની ચૂકવણીની સમય મર્યાદા વધારવા લીલીઝંડી આપી દીધી છે. જોકે, આ લોન ભારતે માલદીવની જૂની સરકારને આપી હતી.’

જમીરે કહ્યું કે, ‘માલદીવ જાન્યુઆરીમાં 5 કરોડ ડૉલરની ભારતને ચૂકવણી કરી ચૂક્યું છે અને બાકીના 15 કરોડ ડૉલર પણ ટુંક સમયમાં ચૂકવવાના હતા, પરંતુ હવે માલદીવની માંગ પર ભારતે ફરી ચૂકવણીની સમય મર્યાદા વધારી દીધી છે. તેના બદલે ભારતે કોઈ વધુ માંગ નથી કરી.’

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *