Prajwal Revanna Case | કર્ણાટકના ચર્ચિત સેક્સ સ્કેન્ડલ કેસની પીડિતાએ હવે સામે આવીને તગેડી મૂકાયેલા અને વિદેશ ભાગી ગયેલા JDS નેતા પ્રજ્વલ રેવન્ના અને તેના પિતા એચડી રેવન્ના સામે ગંભીર આરોપ લગાવ્યા છે. 

પીડિતાના ગંભીર આરોપો… 

પીડિતાએ જણાવ્યું હતું કે પ્રજ્વલે ચાર-પાંચ વર્ષ પહેલા તેની માતા પર બેંગલુરુના નિવાસસ્થાને દુષ્કર્મ આચર્યું હતું અને મારું પણ યૌન શોષણ કર્યું હતું. સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT)ના સૂત્રોના જણાવ્યા અનુસાર પીડિત યુવતીની ઓળખ ગુપ્ત રાખવામાં આવી છે. ઘટનાઓનો ઉલ્લેખ કરીને તેણે આરોપી પ્રજ્વલ વિરુદ્ધ વિગતવાર નિવેદન આપ્યું હતું.

વીડિયો કોલ કરતો અને…. 

યુવતીએ એવો પણ આરોપ લગાવ્યો છે કે 2020-2021 વચ્ચે પ્રજ્વલ રેવન્નાએ તેને વીડિયો કોલનો જવાબ આપવા દબાણ કર્યું હતું. તેમજ તેને અને તેની માતાને ધમકી આપી હતી અને વીડિયો કોલ પર કપડાં ઉતારવા દબાણ કર્યું હતું. આ સિવાય તેણે પ્રજ્વલના પિતા એચડી રેવન્ના સામે પણ ગંભીર આરોપ લગાવ્યા હતા.

એસઆઈટી સામે કબૂલાત 

સૂત્રોના જણાવ્યા અનુસાર પીડિતાએ SITને કહ્યું કે, “તે (પ્રજ્વલ) મને ફોન કરતો અને મારા કપડાં ઉતારવા કહેતો. તે મારી માતાના મોબાઈલ પર ફોન કરતો અને મને વીડિયો કૉલ ઉપાડવા દબાણ કરતો. જ્યારે મેં ના પાડી તો તેણે મને અને મારી માતાને ધમકી આપી, જ્યારે અમારા પરિવારને આ બધું ખબર પડી, ત્યારે તેઓએ અમને સમર્થન આપ્યું અને પછી અમે ફરિયાદ નોંધાવી.”

દુષ્કર્મનો વીડિયો બનાવાયાની ખબર જ નહોતી

પીડિતાએ આરોપ લગાવ્યો છે કે તેને આ ઉત્પીડન વિશે કોઈને ન જણાવવાની ધમકી આપવામાં આવી હતી. પ્રજ્વલ દ્વારા બેંગલુરુના બસવાનાગુડી ખાતેના તેના ઘરે મારી માતા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. તેનો વીડિયો બનાવવામાં આવ્યો હતો કે નહીં તેની અમને જાણ નહોતી. આ વીડિયો વાઈરલ થયો છે અને જો કે અમે તેને જોયો નથી, પરંતુ પોલીસે અમને તે બતાવ્યો અને તેમાં પ્રજ્વલનો ચહેરો દેખાઈ રહ્યો છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *