– જોકે પોતે તેમાં કામ કરશે કે નહીં તે અંગે પ્રશ્રાર્થ

મુંબઇ : હાલમાં આમિર ખાનની બ્લોકબલ્ટર ફિલ્મ સરફરોશના રિલીઝની૨૫ વરસની ઊજવણીની રૂપે ખાસ સ્ક્રિનિંગ રાખવામાં આવ્યું હતું. તેવામાં સરફરોશ ટુ બનાવા પર પણ આમિરે આડકતરો ઇશારો કર્યો હતો. જોકે અભિનેતા પોતે આ ફિલ્મમાં કામ કરશે કે નહીં તે અંગે પ્રશ્રાર્થ છે. 

વાસ્તવમાં આ સ્ક્રિનિંગમાં હાજર રહેલા પત્રકારોએ આમિર ખાનને સીકવલ બનવા વિશે પ્રશ્રો પુછ્યા હતા. ત્યારે આમિરે કહ્યુઁ હતુ ંકે, તમે મારા દિલની વાત કરી છે. હું ઘણા વરસોથી સીકવલ બનાવા માટે જોનની પાછળ પડયો છું.

 સરફરોશ ફિલ્મના છેલ્લા દ્રશ્યમાં અમે આ ફિલ્મની સીકવલ બનશે તેવો આડકતરો ઇશારો પણ કર્યો હતો. 

આમિરે વધુમાં કહ્યું હતું કે, હું એક વાત કહી શકું છું કે, અમે વધુ  સારી સ્ક્રિપ્ટ સાથે સારી ફિલ્મ બનાવાના પ્રયત્ન કરીશું. ત્યાં હાજર રહેલા દિગ્દર્શક જોનને  ઉદ્દેશીને આમિરે કહ્યુ ંહતું કે, જોન સરફરોશ ટુ બનવી જોઇએ એવી દર્શકોની ઇચ્છા છે.તો તું એ દિશામાં  હવે કામ કર.

કેટલાય વરસોથી ચર્ચા છે કે, સરફરોશન ફિલ્મનો ડાયરેકટર જોન મેથ્યુ મેથ્થન સરફરોશ ટુના બીજા ભાગ પર કામ કરી રહ્યો છે. આ પછી એવી પણ વાત આવી હતી કે, જોન અબ્રાહમ આ ફિલ્મમાં લીડ રોલ કરવાનો છે. જોકે પછીથી જોને જણાવ્યું હતું કે તે આ ફિલ્મનો હિસ્સો બનવાનો નથી. 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *