– પ્રશંસકોએ તેમને ફરી સાથે થઇ જવાની ઇચ્છા વ્યક્તકરી
મુંબઇ : અનન્યા પાંડે અને આદિત્ય રોય કપૂરનું બ્રેકઅપ થઇ ગયાની ચર્ચા હાલ થઇ રહી છે. આદિત્ય રોય કપૂર અનન્યાની ખાસ સહેલી સારા અલી ખાન સાથે ડેટ કરી રહ્યો છે, તેવી વાત પણ ચર્ચામાં છે. તેવામાં અનન્યા અને આદિત્ય એક વિજ્ઞાાપનનુ શૂટિંગ સાથે કરતા હોવાનો વીડિયો વાયરલ થયો છે.
આદિત્ય રોય કપૂરે અનન્યા પાંડે સાથેનો એ વીડિયો પણ શેર કર્યો છે પરંતુ અભિનેત્રીએ આમ કર્યું નથી.
સોશયલમ ીડિયાના એક પોર્ટલના અનુસાર, આ પ્રેમી યુગલના એક નજીકના મિત્રે જણાવ્યું હતું કે, લગભગ એક મહિન ાપૂર્વે જ તેમનું બ્રેકઅપ થઇ ગયું છે. તેમ છતાં તેઓ સ્વસ્થ છે અને અનન્યા પોતાની કારકિર્દીમાં આગળ વધવાના પ્રયાસ કરી રહી છે.
બ્રેકઅપની અફવાની વચ્ચે, અનન્યાઅને આદિત્ય એક બ્રાન્ડના એન્ડોર્સમેન્ટ માટે ભેગા થયા હતા. આ જોડીએ સરખા જ રંગના પરિધાન પહેર્યા હતા. તેમજ કેમેરામાં પણ વ્યવસ્થિત પોઝ આપ્યા હતા. તેમજ તેઓ સાથેસાથે હરી-ફરી પણ રહ્યા હતા.
જેવું વિજ્ઞાાપન ઓનલાઇન શેર કરવામાં આવ્યું કે, તેમના પ્રશંસકોએ તેમને ફરી સાથે થઇ જવાની સલાહ આપી હતી. ઘણાએ તો તેઓ ફરી સાથે થઇ ગયાનો આનંદ પણ વ્યક્ત કર્યો હતો.