– અભિનેત્રીનો પોતાની આવનારી ફિલ્મના પ્રમોશન દરમિયાનનો વીડિયો વાયરલ
મુંબઇ : હાલ જાહ્વવી કપૂર પોતાની આવનારી ફિલ્મ મિ. એન્ડ મિસિસ માહીના પ્રમોશનમાં વ્યસ્ત છે. તેવામાં એક ઇવેન્ટમાં તે પાપારાત્ઝીઓ પર ભડકી હતી જે વીડિયો સોશયલ મીડિયા પર વાયરલ થયો હતો.
જાહ્વવીને જોતાં જ પાપારાઝીઓ તેની તસવીર ક્લિક કરવા લાગ્યા હતા. તેના ડ્રેસનો રંગ અને ડિઝાઇન ક્રિકેટના બોલ સાથે મેળ ખાતી હતી.
વીડિયોમાંજોવા મળે છે કે, તે પાપારાઝીને ખોટા એન્ગલથી તસવીરો લેવી નહીં તેવી સૂચના આપતી જોવા મળી રહી છે.
વીડિયોમાં જાહ્નવી તેના પ્રશંસકો સાથે સેલ્ફી લેતી જોવા મળી રહી છે. ત્યારે તેણે જોયું કે એક પાપારાઝી તેની તસવીર ક્લિક કરી રહ્યો છે.
આ પછી તે પાપારાઝીને કહે છે કે, તમે ખોટા એન્ગલથી મહેરબાની કરીને ક્લિક કરશો નહીં. અભિનેત્રીએ ફરી પાછળ જોઇને ખોટું એન્ગલ નહીં. કહીને સૂચનાની સાથેસાથે ઠપકો પણ આપ્યો હતો.
જાહ્વીએ ઘણી વખત પાપારાઝીને બેક એન્ગલ એટલે કે પાછળથી તસવીર ક્લિક કરવા અથવા તો વીડિયો બનાવા માટે ના પાડી ચૂકી છે. આ વખતે પણ તેણે પાપારાઝીઓને સૂચના આપી હતી.