– સાથેસાથે યોગ્ય ચકાસણી કર્યા સિવાય ખોટી અફવા ફેલાવા પર પત્રકારોને ઠપકો

મુંબઇ : એકતા કપૂર સરોગસી દ્વારા બીજી વખત માતા બનવાની હોવા પર નિર્માત્રીના નજીકના સૂત્રે સ્પષ્ટતા કરી છે. સાથેસાથે તેણે પત્રકારોને યોગ્ય ચકાસણી કર્યા વિના રિપોર્ટ બનાવા માટે ઠપકો પણ આપ્યો છે. 

એકતા કપૂર બીજી વખત માતા બનવાની છે તેવા સમાચાર આવતા હતા. મીડિયા  રિપોર્ટસમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, તે સરોગસી દ્વારા બીજી વખત માતા બનવા તૈયાર છે. સાથેસાથે રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું  હતું કે, તેનો પુત્ર રવિ પણ એક ભાઇ અથવા બહેનને ઇચ્છે છે. પરંતુ એકતાની એક નજીકના વ્યક્તિએ મીડિયા પર ચાલી રહેલી આ વાતનું ખંડન કર્યું છે.  સોશયલ મીડિયા સાથેના એક સૂત્રે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, ફક્ત એક્સક્લૂસિવ આર્ટિકલને જ લોકોએ ક્લિક કરવા જોઇએ. આવી ખોટી જાણકારીઓ ફેલાવવી યોગ્ય નથી. આ અસ્વીકાર્ય છે. પત્રકારોએ આવા સમાચાર છાપતા પહેલા ટીમ સાથે સત્ય હકીકત જાણવી જોઇએ. આ  બહુ ખોટું થયું છે અને મશ્કરી સમાન થયું છે. તેમજ આવા સમચાાર લાવનાર પર પણ રમૂજ થાય છે. 

ઉલ્લેખનીય છે કે, સોશયલ મીડિયાના અન્ય એક પોર્ટલના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, એકતા કપૂર જલદી જ બીજા બાળકની માતા બનવાની છે. 

રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે, તેના પુત્રને પણ એક ભાઇ અથવા બહેનની ઇચ્છા છે. સાથેસાથે એમ પણ લખ્યુ ંહતુ ંકે, એકતા ભાઇ-બહેનના સંબંધનું મહત્વ સમજતી હોવાથી તે પોતાના  પુત્રની ઇચ્છા પુરી કરવા માંગે છે એટલું નહીં આ માટે એકતાને તેનો પરિવાર પણ સપોર્ટ કરી રહ્યો છે. 

એકતાએ ૨૭ જાન્યુઆરી, ૨૦૧૯ના રોજ સરોગસી દ્વારા માતા બની હતી. તેને ત્યાં પુત્ર જન્મ થયો હતો. જેનું નામ પિતા જીતેન્દ્રના અસલી નામ રવિ રાખવામાં આવ્યું હતું. 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *