– આગામી નવેમ્બરમાં રીલિઝ થવાની હતી
– પુષ્પા-ટુ સાથે ટક્કર ટાળવા સિંઘમ અગેઈન પાછી ઠેલાઈ તેને કારણે રેડ-ટુની તારીખ બદલાશે
મુંબઈ: અજય દેવગણની ફિલ્મ ‘મૈદાન’ તાજેતરમાં ભારે ફલોપ પુરવાર થઈ હતી. તે પછી તેની આગામી ફિલ્મોનું રીલિઝ કેલેન્ડર ઉલટસુલટ થવા લાગ્યું છે. તેની ફિલ્મ ‘રેડ ટૂ’ આગામી નવેમ્બરના કારણે થોડી વહેલી રીલિઝ થઈ જાય તેવું પ્લાનિંગ ચાલી રહ્યું છે.
વાસ્તવમાં ‘રેડ ટૂ ‘ આગામી નવેમ્બરની ૧૫મી તારીખે રીલિઝ કરી દેવાની જાહેરાત થઈ હતી. પરંતુ, તા. ૧૫મી ઓગસ્ટે અજય દેવગણની જ ‘સિંઘમઅગેઈર્ન’ અને અલ્લુ અર્જુનની ‘પુષ્પા ટૂ’ વચ્ચે મુકાબલો થાય તેવી સ્થિતિ સર્જાઈ હતી. આથી, રોહિત શેટ્ટીએ પોતાનું નુકસાન ટાળવા માટે ‘સિંઘમ અગેઈન’ને હવે આગામી દિવાળી પર ખસેડવાનું નક્કી કર્યું છે.
જોકે, તેમ કરવા જતાં અજય દેવગણની જ બે ફિલ્મો સાથે સાથે થઈ જાય ેતેવી સંભાવના હતી. આથી હવે ‘રેડ ટૂ’ની તારીખ બદલી તેને થોડી વહેલી રીલિઝ કરી દેવાનું પ્લાનિંગ ચાલી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ ફિલ્મનું હજુ આશરે દસેક દિવસનું શૂટિંગ બાકી છે. તે હવે વહેલી તકે નિપટાવી પોસ્ટ પ્રોડક્શન શરુ કરી દેવામાં આવશે.