દાદીમાનું નિધન થતાં પરિવાર સાથે વતન યુ.પી. ગયા ને તસ્કરો
ત્રાટક્યા
લસણના વેપારીની ૧૩.૬૮ લાખની રોકડ, સોના- ચાંદીના દાગીના ઉપરાંત રિવોલ્વર, કારતૂસ પણ તસ્કરો ઉઠાવી ગયા
ગયા છે. આ બનાવવાની પોલીસમાં ફરિયાદ નોંધાવાતાં ભારે ચકચાર જાગી છે.અને પોલીસ
ટુકડી તપાસ માટે દોડતી થઇ છે. ઉપરાંત ચોરીનો ભેદ ઉકેલવા માટે એફએસએલ અને ડોગ
સ્ક્વોડ વગેરે ની પણ મદદ લેવામાં આવી રહી છે. નિવૃત્ત આર્મી મેનના દાદીમાનું નિધન
થયું હોવાથી અંતિમ વિધિ માટે સમગ્ર પરિવાર વતનમાં ગયો હતો, પાછળથી
તસ્કરોએ મકાનમાં હાથ ફેરો કરી લીધો છે.
જામનગરમાં બાલાજી પાર્ક પાસે નંદનવન પાર્ક-૩માં રહેતા અને
મસાલા તથા ગ્રોસરીનો ભાગીદારીમાં
વ્યવસસાય કરતા નિવૃત્ત આર્મીમેન
રણવીરપ્રતાપ સુધાકરસિંહ રાજપુતના દાદીમાનું અવસાન થયું હોવાથી તેની ધામક વિધિ માટે
સહ પરિવાર ઘરને તાળા મારીને પોતાના વતન ઉત્તરપ્રદેશમાં ગયા હતા. જ્યારે તેમના બંધ
મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું.
તસ્કરોએ બારીની
ગ્રીલ તોડીને ઘરમાં પ્રવેશ્યા હતા, અને ઘરના કબાટમાંથી રૃપિયા ૧૩ લાખ ૬૮
હજારની રોકડ રકમ, સોનાના
ઘરેણા તેમજ ચાંદીના સિક્કા અને ઘરેણા ઉપરાંત ૦.૩૨ પોઇન્ટની લાયસન્સ વાળી પિસ્તોલ
અને ૩૦ રાઉન્ડનાં બે મેગઝીન મળી કુલ રૃપિયા ૧૮,૫૬, ૩૦૦ની માલમતા ચોરી કરી લઈ ગયા
હતા.
તેમના ભાગીદાર બંધ મકાનમાં
ફૂલ ઝાડને પાણી પાવા જતાં તેને ચોરીના આ બનાવની જાણ થઈ હતી. આથી તેમણે તુરત
જ રણવીર પ્રતાપસિંહ રાજપૂત ને ટેલિફોન
કરીને જાણ કરતાં તેઓ તાબડતોબ જામનગર દોડી
આવ્યા હતા. અને આ બનાવ અંગે સિટી સી. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આથી
પો.સબ.ઇન્સ. વી બી બરબસિયા તપાસ માટે દોડી
ગયા હતા. આ ઉપરાંત ચોરી નો ભેદ ઉકેલવા માટે ડોગ સ્કવોડ અને એફએસએલ
ની પણ મદદ લીધી હતી.
રણવી પ્રતાપસિંહ
રાજપુત આર્મીમાંથી નિવૃત્ત થયા પછી જામનગરમાં હસમુખભાઈ નામની વ્યક્તિ સાથે
ભાગીદારીમાં ગ્રોસરી અને મસાલા સપ્લાયનો વ્યવસાય શરૃ કર્યોે હતો. અને તેને
ધંધામાંથી લસણ ના વેપાર ની મળેલી આશરે ૧૩ લાખ ૬૮ હજારની રકમ પોતાના ઘરમાં રોકડ
સ્વરૃપે રાખી હતી. અને તેઓને અચાનક જ વતન માં ઉત્તર પ્રદેશ મા જવાનું થયું
હતું પરિણામે તેમનાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી લીધું હતું.